ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિયા શર્મા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર નિયાએ તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા ફોટામાં નિયા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટામાં નિયા સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે. નિયાના આ ફોટા ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે. નિયાની સુંદરતા અને સૌન્દર્યથી ભરેલા આ ફોટા જોઈને ચાહકોના પણ હોશ ઉડી ગયા છે, નિયાના આ ફોટા પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર નિયા શર્મા ઘણીવાર તેના ટ્રેડિશનલ લુકમાં,તો ક્યારેક ગ્લેમરસ અને બોલ્ડ અવતાર જોવા મળતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયાએ ટીવી પર શો ‘કાલી-અગ્નિપરીક્ષા’ દ્વારા ડેબ્યુ કર્યુ હતુ.પણ નિયાને ઓળખ ‘એક હજારોમાં મે મેરી બહેના હૈ’ સીરિયલ દ્વારા જ મળી. ત્યારબાદ નિયા જમાઈ રાજા, નાગિન, ઈશ્ક મેં મરજાવા જેવા સિરિયલોમાં પણ જોવા મળી. આ ઉપરાંત તે અનેક વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે.