ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
નાના પડદાની સૌથી બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતા અને હૉટનેસથી તહલકો મચાવનારી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ રહે છે. નિયા શર્મા પણ તેની ફૅશન સેન્સ અને સ્ટાઇલિંગના કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એક વાર નિયાની તસવીરોથી ઇન્ટરનેટનો પારો ગરમાઈ ગયો છે.
વર્ષ 2016માં સેક્સીએસ્ટ એશિયન વુમન 2016નો ખિતાબ જીતનારી નિયા શર્માએ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેનો હૉટ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં નિયા તેના ઘરની બાલ્કનીમાં બ્રેલેટ સાથે ફ્લોરલ ઘાઘરો પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીનો લુક અદ્ભુત લાગી રહ્યો છે.
નિયાના ચાહકો તેના આ અવતારને જોઈને ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. નિયાએ ફરી એક વાર પોતાના બોલ્ડ અવતારથી બધાને દીવાના બનાવી દીધા છે.
તમને જણાવી દઈએ કે નિયા શર્મા વેબ સિરીઝ 'ટ્વિસ્ટેડ'માં પણ કામ કરી ચૂકી છે. આ વેબ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને નિયા શર્માને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.