Site icon

Nick jonas: પ્રિયંકા ચોપરા નો પતિ નિક જોનાસ આવ્યો આ બીમારી ની ચપેટમાં, પોસ્ટ શેર કરી કહી આવી વાત

Nick jonas: પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ની તબિયત બગડી છે તેને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના ચાહકોની માફી માંગતો જોવા મળે છે.

nick jonas apologizes to fans for bad health

nick jonas apologizes to fans for bad health

News Continuous Bureau | Mumbai

Nick jonas: નિક જોનાસ એ બોલિવૂડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કર્યા છે. નિક જોનાસ પોપ બોય બેન્ડ જોનાસ બ્રધર્સનો એક ભાગ છે  નિક જોનાસ બીમાર છે. આ દરમિયાન અમેરિકન સિંગર નિક જોનાસ એ એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.આ વીડિયોમાં નિક ચાહકોની માફી માંગતો જોવા મળી રહ્યો છે. તેમજ તેને જોનાસ બ્રધર્સની કોન્સર્ટ ટૂર સ્થગિત કરવાનું કારણ આપ્યું છે. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rajesh khanna-Dimple kapadia: અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયા એ રાજેશ ખન્ના ને નહોતા આપ્યા છૂટાછેડા, અભિનેતા એ કહ્યું તે આપતી…..

નિક જોનાસ નો વિડીયો 

નિક જોનાસ એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘હું નિક છું. મારી પાસે શેર કરવા માટે કેટલાક સમાચાર છે જે કદાચ મજેદાર નથી પણ કહેવાની જરૂર છે. થોડા દિવસો પહેલા મને કંઈક અજુગતું લાગવા લાગ્યું, જ્યારે હું  જાગ્યો ત્યારે હું બોલી શકતો ન હતો અને તે રાત્રે હું કોન્સર્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને છેલ્લા બે, અઢી દિવસમાં મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી છે. હું ગઈકાલે આખો દિવસ પથારીમાં સૂઈ રહ્યો હતો. તાવ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને ખૂબ જ ખરાબ ઉધરસ છે. ડોક્ટરને બતાવ્યા પછી પણ મારી તબિયત સારી નથી થઈ.’


નિક જોનાસ એ આ વિડીયો શેર કરતા લખ્યું, ‘હાય મિત્રો. હું ઈન્ફલ્યુએન્ઝા-A ના ખતરનાક સ્ટ્રેન થી પીડિત છું જે આજુબાજુ ફેલાઈ રહ્યો છે અને હું આ ક્ષણે કોઈપણ કોન્સર્ટમાં ગાઈ શકતો નથી. એટલા માટે મેં મેક્સિકો કોન્સર્ટની તારીખ મોકૂફ રાખી છે. આ શો હવે ઓગસ્ટમાં થશે. મેક્સિકો સિટી: 8/21 અને 8/22, મોન્ટેરી: 8/24 અને 8/25.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version