ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરૂવાર
બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસની જીવનશૈલીથી આખી દુનિયા પ્રભાવિત છે. તે વિશ્વની સૌથી વધુ નેટવર્થ અભિનેત્રીની યાદીમાં સામેલ છે. તેના પતિ નિક જોનસ પોપ જગતના સુપરસ્ટાર અને હોલીવુડ અભિનેતા પણ છે. બંનેના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમજ, હવે પ્રિયંકાની સગાઈની વીંટીની કિંમત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આનું કારણ એન્ગેજમેન્ટ રિંગની ડિઝાઇન નથી, પરંતુ તેની કિંમત છે.
તે જાણીતું છે કે પ્રિયંકાની ફેશન સેન્સ તેને અન્ય સેલેબ્સથી અલગ પાડે છે. હવે પ્રિયંકાની કિંમતી જ્વેલરી સમાચારોમાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેની કિંમત જાહેર કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણીની સૌથી કિંમતી જ્વેલરી કઈ છે? ત્યારે તેણે હસીને જવાબ આપ્યો ‘કે જો હું મારી એન્ગેજમેન્ટ રિંગનું નામ નહીં લઉ તો મારા પતિ નિક જોનાસ મને મારી નાખશે’. તેણે કહ્યું કે ‘આ વીંટી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે, તેથી હું તેનું નામ લેવા માંગુ છું’.
આ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે આ રિંગ વિશે વાત થઈ ત્યારે પ્રિયંકા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે તેની સગાઈની વીંટીની કિંમત 2.1 કરોડ રૂપિયા છે. તમને યાદ અપાવી દઈએ કે પ્રિયંકાના લગ્ન વખતે પણ આ વીંટી ઘણી ચર્ચામાં રહી હતી. આ એક સુંદર કટીંગ હીરાની વીંટી છે. રિપોર્ટ્સ અનુસાર, નિક જોનસે આ વીંટી તેના મિત્રોની મદદથી લીધી હતી. નિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એકવાર પ્રિયંકાએ તેને કહ્યું હતું કે રિંગ ‘ટિફની’ હોવી જોઈએ. કારણ કે તેના પિતા સાથે તેનું ખાસ જોડાણ હતું. આથી નિકે તેના મિત્રોને ફોન કર્યો અને ટિફની સ્ટોર પર ગયો અને પ્રિયંકા માટે રિંગ પસંદ કરી.