ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
સ્ટાર પ્લસની સીરિયલ અનુપમા માં આદર્શ પુત્રવધૂના રોલમાં જોવા મળતી નિધિ શાહ, અસલ જિંદગીમાં ઘણી ફેશનેબલ છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના હોલીડે તથા અલગ-અલગ આઉટફિટમાં ફોટોઝ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ પ્રિન્ટેડ ટ્યુબ ટોપ પહેર્યું છે અને વ્હાઈટ સ્કર્ટ કેરી કર્યું છે. ખુલ્લા વાળ વાળા લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે

નિધિ શાહે રામ કપૂર અને સાકિબ સલીમની ફિલ્મ મેરે ડેડ કી મારૂતિમાં કેમિયો કર્યો હતો. તે બાદ તેણે ટીવી સીરીયલ જાના ના દિલ સે દૂરમાં 2016માં કામ કર્યુ હતું. આ તેની ડેબ્યૂ સીરીયલ હતી.

તેણે સ્ટાર ભારતના શૉ કાર્તિક પૂર્ણિમાથી પોતાની ઓળખ બનાવી હતી. આ સીરીયલમાં તે શનાયાના કિરદારમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે તૂ આશીકી સીરીયલમાં પણ કામ કર્યુ છે. હાલ નિધિ શાહ, સીરિયલ અનુપમા માં કિંજલના રોલમાં જોવા મળી રહી છે.
