Site icon

Nikhil Patel: દલજીત કૌર ના ગંભીર આરોપો પર નિખિલ પટેલે આપી પ્રતિક્રિયા, લગ્ન તૂટવા નું જણાવ્યું કારણ

Nikhil Patel: દલજીત કૌર તેના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. દલજીતે નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા.દલજીત કૌરે તેના પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. હવે નિખિલ પટેલે આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને સાથે જ તેને લગ્ન તૂટવા નું કારણ પણ જણાવ્યું છે.

nikhil patel address recent social media allegations made by dalljiet kaur

nikhil patel address recent social media allegations made by dalljiet kaur

News Continuous Bureau | Mumbai

Nikhil Patel: દલજીત કૌર તેના લગ્ન ને લઈને ચર્ચામાં છે. દલજીત કૌર એ નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. હવે તેના આ બીજા લગ્ન પણ ભંગાણ ને આરે છે.દલજીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પતિ નિખિલ પટેલ વિરુદ્ધ ઘણી બધી વાતો લખી હતી તેમજ તેને નિખિલ પર ઘણા આરોપ પણ લગાવ્યા હતા. હવે નિખિલ પટેલે દલજીત ના તમામ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rohit shetty: આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર માં છે કંઈક આવું વાતાવરણ, રોહિત શેટ્ટી એ વિડીયો માં બતાવ્યો વેલી નો હાલ

નિખિલ પટેલે આપી પ્રતિક્રિયા 

નિખિલ પટેલે એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન દલજીત કૌર ના આરોપ પર જવાબ આપતા કહ્યું,  ‘આ વર્ષે જાન્યુઆરીમાં દલજીતે તેના પુત્ર જેડેન સાથે કેન્યા છોડીને ભારત પાછા જવાનું નક્કી કર્યું, જેના કારણે અમે અલગ થઈ ગયા. અમને બંનેને સમજાયું કે અમારા પરિવારનો પાયો એટલો મજબૂત નથી જેટલો અમે આશા રાખી હતી. દલજીત માટે કેન્યામાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. દલજીત કેન્યામાં પોતાના જીવન સાથે એડજસ્ટ થઈ શકી નહોતી. ભારતમાં તેની કારકિર્દી અને જીવનને યાદ કરીને દલજીત અને અમારા પરિવારને વધુ દૂર કરી દીધા. અમારા બંનેના કલ્ચરને કારણે ઘણી બાબતો મુશ્કેલ બની રહી હતી. મારી પુત્રીઓની એક માતા છે જેણે તેમની વચ્ચેના સંબંધોની પરવા કર્યા વિના છોડી દીધી. જે દિવસે દલજીતે વિદાય લેવાનું નક્કી કર્યું, તેણે મને અને તેના પુત્રની શાળા વાળા ને કહ્યું કે તેણીનો બાકીનો સામાન ભેગો કરવા સિવાય કેન્યા પાછા ફરવાનું આયોજન નથી..’


આ ઉપરાંત નિખિલે કહ્યું, “હું હંમેશા સ્પષ્ટતા અને સન્માન સાથે ગેરસમજણો ઉકેલવામાં વિશ્વાસ રાખું છું. હું દલજીતને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આપણે બધા સકારાત્મક રીતે આગળ વધી શકીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version