187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર.
ટેલિવિઝન જગતની અભિનેત્રી નિશા રાવલ કોરાના વાયરસની ઝપેટમાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અભિનેત્રીની તબિયત બગડ્યા બાદ તેણે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.
અભિનેત્રી પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે.
નિશા રાવલે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓને વિનંતી છે કે તેઓ તેમનો ટેસ્ટ કરાવે.
સાથે જ તેના ચાહકોને અપીલ કરી રહી છે કે તેઓ કોરોનાથી બચવા માટે તમામ સાવચેતી રાખે કારણ કે કોવિડ હજુ પણ આપણી વચ્ચે છે.
ઉલ્લેખનીય છે કે નિશા આ દિવસોમાં શો 'મીત'માં જોવા મળી રહી છે. જેના કારણે તે સતત શૂટિંગ કરી રહી છે અને લોકોના સંપર્કમાં રહી રહી છે.
You Might Be Interested In