News Continuous Bureau | Mumbai
Nita ambani: દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતાની મોંઘી કારને કારણે ચર્ચામાં છે. રિલાયન્સ ફાઉન્ડેશન ના ચેરપર્સન અને સ્થાપક નીતા અંબાણીએ તાજેતરમાં પોતાના માટે વ્યક્તિગત રીતે ડિઝાઇન કરેલ રોલ્સ-રોયસ ફેન્ટમ VIII EWB ખરીદી છે જેની કિંમત 12 કરોડ રૂપિયા થી વધુ છે. હવે નીતા અંબાણી ની આ કાર મુંબઈ ની સડકો પર જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : War 2: રિતિક રોશન ની ‘વોર 2’માં જોવા મળશે ઇન્ટરનેશનલ લેવલ નું એક્શન, કેપ્ટન અમેરિકા સાથે છે કનેક્શન
મુંબઈ ની સડકો પર જોવા મળી નીતા અંબાણી ની કાર
નીતા અંબાણી તેમને ખરીદેલી કાર ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં નીતા અંબાણી આ કારમાં બેસી ની મુંબઇ ની સડકો પર ફરતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે સિક્યુરિટી ગાડીઓ ની વચ્ચે નીતા અંબાણી ની નવી ગાડી રોલ્સ રોયસ મુંબઈ ની સડકો પર ચાલી રહી છે. જેમાં નીતા અંબાણી નો ઠાઠ પણ જોવા મળી રહ્યો છે.
India’s richest man’s wife, Nita Ambani, buys $1.5M Rolls Royce Phantom VIII Series 2 in a unique Rose Quartz Dual Tone Velvet Orchid color combination pic.twitter.com/j5LnBYKesG
— Historic Vids (@historyinmemes) April 21, 2024
નીતા અંબાણીની ખૂબ જ મોંઘી રોલ્સ-રોયસ ને રોઝ ક્વાર્ટઝ એક્સટીરિયર અને ઓર્કિડ વેલ્વેટ ઈન્ટિરિયર આ કારને ખાસ બનાવે છે. જેમાં ગોલ્ડ SOE, ડિનર પ્લેટ વ્હીલ અને હેડરેસ્ટ એનએમએના નામ સાથે એમ્બ્રોઇડરી કરેલ છે. તમને જણાવી દઈએ કે આ નીતા અંબાણીની પહેલી રોલ્સ રોયસ કાર નથી. ગયા વર્ષે દિવાળીની આસપાસ પતિ મુકેશ અંબાણીએ નીતાને બ્લેક રોલ્સ રોયસ કલિનન ગિફ્ટ કરી હોવાના અહેવાલ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
