Site icon

Nita Ambani : રાધિકા નહીં, નીતાએ તેની મોટી વહુને ભેટમાં આપ્યો હતો ‘દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ’! જડેલા છે 91 હીરા, કિંમત જાણી આંખો અંજાઈ જશે

Nita Ambani : શ્લોકા મહેતાના લગ્ન આકાશ અંબાણી સાથે વર્ષ 2019 માં થયા હતા. આ લગ્નમાં વહૂ શ્લોકાને નીતા અંબાણીને એકદમ કિંમતી હાર ભેટમાં આપ્યો હતો. આ હારને દુનિયાનો મોંઘો હાર હોવાથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આ હારમાં 91 ડાયમંડ જડેલા છે. આ હારની ડિઝાઇન એટલી યૂનિક છે કે ફરીથી બનાવી ન શકાય.

Nita Ambani Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant an expensive...

Nita Ambani Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant an expensive...

  News Continuous Bureau | Mumbai

Nita Ambani : સારી સાડીઓ ઉપરાંત નીતા અંબાણી પોતાની જ્વેલરીના લીધે પણ ચર્ચામાં રહે છે. ફરી એકવાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતાનો એક નેકલેસ ચર્ચામાં આવ્યો છે જેને ‘દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ’ કહેવામાં આવે છે. જ્યારે મુકેશ અને નીતાના મોટા પુત્ર આકાશ અંબાણીએ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા ત્યારે શ્લોકાને તેની સાસુ તરફથી મોંઘી ભેટ મળી હતી

Join Our WhatsApp Community

Nita Ambani : નીતા અંબાણીએ મોટી વહુ શ્લોકા મહેતાને ખૂબ જ કિંમતી ભેટ આપી

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના વર્ષ 2019માં લગ્ન થયા હતા. નીતા અંબાણીએ આ અવસરને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. નીતા અંબાણીએ તેમની મોટી વહુ શ્લોકા મહેતાને ખૂબ જ કિંમતી ભેટ આપી હતી, જેની ચર્ચા આજે પણ થાય છે. જ્યારે રાધિકાને લાઈમલાઈટમાં આવવાની તક મળી ત્યારે નીતા અંબાણીએ તેને પોતાની મનપસંદ વસ્તુ આપવામાં અચકાયા નહીં. 

Nita Ambani : નીતા અંબાણીએ મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો

અહેવાલો અનુસાર, નીતા અંબાણીએ તેમની વહાલી વહુ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો હતો, જે લેબનીઝ જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો હતો. આ નેકલેસનું નામ ‘L’Incomparable’ હતું, જેમાં મધ્યમાં 407 કેરેટ પીળા શિલ્ડ કટ ડાયમંડ છે. આ હીરાની શોધ આફ્રિકામાં વર્ષ 1980માં થઈ હતી. આ નેકલેસને પાંદડાની પેટર્નમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેને બનાવવા માટે હીરા સાથેની રોઝ ગોલ્ડ કલર ચેઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચોઃ  પર્પલ સાડી માં જોવા મળ્યો અવનીત કૌર નો દેસી અવતાર, અભિનેત્રી ની તસવીરો થઇ વાયરલ

Nita Ambani : 91 વ્હાઇટ ડાયમંડ અને વધુ

તમને જણાવી દઈએ કે આ નેકલેસમાં 200 કેરેટ રોઝ ગોલ્ડના બેઝ પર લગભગ 91 સફેદ હીરા છે, જેના કારણે આ નેકલેસની સુંદરતા બમણી થઈ ગઈ છે. એટલું જ નહીં તેને વર્ષ 2013માં એક્ઝિબિશનમાં રાખવામાં આવ્યો હતો. તે સમયે તેની કિંમત 55 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા હતી. આ કિંમતના કારણે આ નેકલેસને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જો કે, જો કેટલાક અહેવાલો અનુસાર પહેલા નીતા અંબાણી તેમની પુત્રવધૂને પરિવારના ઘરેણાં આપવા માંગતા હતા, જે તેમને તેમના સાસુ કોકિલા અંબાણીએ લગ્ન પ્રસંગે આપ્યા હતા. પરંતુ બાદમાં તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને શ્લોકા માટે ‘L’Incomparable necklace’ પસંદ કર્યો.

Nita Ambani : સોનમના લગ્નમાં પહેર્યો હતો

 પોલ્કી અને ડાયમંડથી બનેલો ભવ્ય નેકપીસ નીતા અંબાણીએ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના રીસેપ્શનમાં પહેર્યો હતો. આ પાર્ટી માટે નીતા અંબાણીએ ભારતીય પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી સુંદર સાડી પહેરી હતી, જેનો બેઝ કલર કોસ્મિક લાટ્ટે હતો. તે એક પ્રકારનો હાઇબ્રિડ આઉટફિટ હતો, જેમાં લહેંગા + સાડીનું કોમ્બિનેશન હતું. નીતા અંબાણીએ આ લુકને હીરા અને મોતીના હાર સાથે એક્સેસરીઝ કર્યો હતો અને લાઈમલાઈટ મેળવી હતી. એટલું જ નહીં, આ દરમિયાન નીતા અંબાણીએ સાચા મોતીથી બનેલો નેકલેસ પણ પહેર્યો હતો, જેની સાથે એક જ સેટ સાથે મેળ ખાતા કાનની બુટ્ટી અને બ્રેસલેટ રાખવામાં આવ્યા હતા.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version