Site icon

Nitin Desai Suicide Case : પિતાની આત્મહત્યા બાદ નીતિન દેસાઈ ની દીકરી એ તોડ્યું મૌન, આર્થિક તંગી વિશે જણાવી હકીકત

Nitin Desai Suicide Case : નીતિન દેસાઈ એ ‘દેવદાસ’, ‘જોધા અકબર’ જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા છે. ઈન્ડસ્ટ્રીમાં તેમની એક ખાસ ઓળખ હતી. તેણે બુધવારે એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી, જેનું કારણ આર્થિક તંગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

nitin desai daughter mansi opens up on suicide due to financial crisis

nitin desai daughter mansi opens up on suicide due to financial crisis

News Continuous Bureau | Mumbai 

Nitin Desai Suicide Case : હિન્દી સિનેમાના જાણીતા આર્ટ ડાયરેક્ટ(art director)ર નીતિન દેસાઈના નિધન પર લોકોને વિશ્વાસ કરવો હજુ પણ મુશ્કેલ થઈ રહ્યો છે. નીતિને 2 ઓગસ્ટ, 2023ના રોજ પોતાના સ્ટુડિયોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. નીતિનની આત્મહત્યા બાદ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે તેણે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું હતું. આવી સ્થિતિમાં હવે તેમની પુત્રીએ આ મામલે પહેલીવાર મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

નીતિન દેસાઈ ની પુત્રી એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન કર્યો ખુલાસો

 નીતિન દેસાઈની પુત્રી(daughter) માનસી દેસાઈ(mansi desai) એ તેના પિતા ના નિધન બાદ મીડિયા સાથે વાત કરી હતી. માનસીએ કહ્યું, ‘પિતાની લોન ના કારણે આપઘાત ની વાત ખોટી છે. તેણે રૂ. 181 કરોડની લોન લીધી હતી, જેમાંથી રૂ. 86.31 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. કોવિડ દરમિયાન લોકડાઉનના કારણે તેમનું કામ બંધ થઈ ગયું હતું, જેના કારણે નિયમિતપણે બાકીના પૈસા આપવામાં મોડું થયું હતું. આ પછી, તેમને ધિરાણકર્તાઓને આપેલા વચન મુજબ તેમની બાકી રકમ ચૂકવવા જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેમેણે 4 મહિનાનું વ્યાજ માંગ્યું, ત્યારે પાપા એ તે ચૂકવવા માટે પવઈ માં તેમની ઓફિસ વેચવી પડી. છેતરપિંડી કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તે તેમની લોનના તમામ પૈસા ચૂકવવા જઈ રહ્યા હતા, જે તેમણે વચન આપ્યું હતું.

નીતિન દેસાઈ ની પુત્રી એ મીડિયા ને કરી વિનંતી

 
માનસીએ કહ્યું, ‘એક તરફ કંપની પિતાને ખોટુ આશ્વાસન આપી રહી હતી અને બીજી તરફ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી હતી. પાપા કંપની સાથે માફી માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી કરીને તેઓ હજુ પણ તેમની બાકી રકમ ચૂકવી શકે, પરંતુ તેઓએ દર વખતે તેમને ખોટા આશ્વાસન આપ્યા. મીડિયાને વિનંતી કરતા માનસીએ કહ્યું કે આવા ખોટા સમાચાર ન ફેલાવો.

આ સમાચાર પણ વાંચો : Assam Polygamy Bill: કોઈ પણ ધર્મ કે જાતિનાં વ્યક્તિ નહીં રાખી શકે એકથી વધારે પત્ની..આ રાજ્યમાં લાગુ થશે કાયદો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

 

Saiyaara: ‘સૈયારા’ પછી ફરીથી યશરાજ સાથે લવ સ્ટોરી બનાવશે મોહિત સૂરી, આ વર્ષે ફ્લોર પર જશે ફિલ્મ
Vicky-Katrina: જન્મ લેતાં જ કરોડપતિ બનશે વિક્કી-કેટરીનાનું બેબી, માતા-પિતાની કમાઈ જાણીને તમે પણ ચોંકી જશો!
Nita Ambani Navratri Look: નવરાત્રીના નવ રંગોમાં સજ્જ નીતા અંબાણી, પહેર્યો દેવી દુર્ગાના નવ રૂપો દર્શાવતો લેહંગો,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Nirahua Reveals: નિરહુઆ એ કર્યો જયા બચ્ચન ને લઈને મોટો ખુલાસો, અમિતાભ બચ્ચન વિશે પણ કહી આવી વાત
Exit mobile version