News Continuous Bureau | Mumbai
Nitin Desai : આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈની આત્મહત્યાથી સમગ્ર બોલિવૂડ(bollywood) આઘાતમાં છે. આ મામલાની તપાસ કરી રહેલી રાયગઢ પોલીસને મહત્વની કડી મળી છે. તપાસ દરમિયાન પોલીસને નીતિન દેસાઈના મોબાઈલ ફોનમાંથી એક ઓડિયો ક્લિપ મળી આવી હતી. સૂત્રોનું કહેવું છે કે નીતિન દેસાઈ એ આત્મહત્યા(suicide) કરતા પહેલા આ ઓડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે 4 બિઝનેસમેનના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેની પાસે એક પત્ર પણ મળ્યો છે, જેમાં તેણે પોતાની અંતિમ ઈચ્છા જણાવી છે.
નીતિન દેસાઈ ની ઓડિયો કલીપ માં 4 બિઝનેસ મેન નો ઉલ્લેખ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિન દેસાઈએ પોતાની ઓડિયો ક્લિપમાં જે 4 ઉદ્યોગપતિઓના(4 businessmen) નામ આપ્યા છે તેની ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે. આ મામલે ખુલાસો કરવા માટે પોલીસ તમામ લોકોને સમન્સ મોકલશે. આ સાથે નીતિન દેસાઈનો મોબાઈલ પણ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે, જેથી તેના ફોનમાંથી કોઈ ડેટા ગુમ છે કે કેમ તે જાણી શકાય. નીતિશ દેસાઈના સ્ટુડિયોમાં કામ કરતા કર્મચારી એ જણાવ્યું કે એક પત્ર પણ મળ્યો છે, જેમાં દેસાઈએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના અંતિમ સંસ્કાર આ એનડી સ્ટુડિયોમાં કરવામાં આવે. તેણે તેના મૃત્યુનો સેટ પણ ડિઝાઇન કર્યો હતો. પ્રત્યક્ષદર્શી ના જણાવ્યા અનુસાર દેસાઈએ આત્મહત્યા કરતા પહેલા એક મોટું ધનુષ અને તીર તૈયાર કર્યું હતું. તેણે આ ધનુષ અને તીર ની વચ્ચે લટકીને આત્મહત્યા કરી હતી. આ સાથે પોલીસને એક ટેપ રેકોર્ડર પણ મળી આવ્યું છે, જે સુસાઈડ નોટ હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈએ આત્મહત્યા કરતા પહેલા 4 બિઝનેસમેન ના નામ લીધા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: બોરીવલીની એક બહુમાળી બિલ્ડીંગના ફ્લેટમાંથી મળી એક વૃદ્ધ મહિલાની લાશ….બોરિવલી વિસ્તારમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો….
નીતિન દેસાઈ ની કારકિર્દી
નીતિન દેસાઈ ને ચાર વખત નેશનલ એવોર્ડ(national award) એનાયત કરવામાં આવ્યો હતો. તેણે બોલિવૂડ અને મરાઠી ફિલ્મો માટે આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કામ કર્યું. તેઓ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘જોધા અકબર’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં કલા નિર્દેશન માટે જાણીતા છે. દેસાઈએ 30 વર્ષથી વધુની કારકિર્દીમાં વિધુ વિનોદ ચોપરા, સંજય લીલા ભણસાલી, રાજકુમાર હિરાણી અને આશુતોષ ગોવારિકર જેવા દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું. તેણે KBC, શુક્લા કડી, હાર્ટબીટ, બ્લફમાસ્ટર, દસ કા દમ, સચ કા સામના જેવા ઘણા શોના સેટ ડિઝાઇન કર્યા હતા.