News Continuous Bureau | Mumbai
Nitish bhardwaj: ટીવી અને બોલિવૂડ એક્ટર નીતિશ ભારદ્વાજ મહાભારત ના કૃષ્ણ થી ઓળખાય છે. બી આર ચોપરા ની મહાભારત માં અભિનેતા એ કૃષ્ણ નની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ને કારણે નીતીશ ને લોકો નો ખુબ પ્રેમ મળ્યો. હાલ તેઓ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા છે. નીતીશ ભારદ્વાજે તેની IAS ઓફિસર પત્ની પર માનસિક ત્રાસ અને પુત્રીઓને મળવા ન દેવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
નીતીશે સંભળાવી આપવીતી
નીતીશ ભારદ્વાજે મીડિયા સાથે ની વાતચીત દરમિયાન કહ્યું કે,’હું મારી દીકરીઓની ચિંતા કરું છું કારણ કે મને છેલ્લા 4 વર્ષથી તેમનાથી દૂર રાખવામાં આવ્યો છે અને તમે મને કહો કે હું તેને અપહરણ કેમ ન કહું? આ મહિલાને ખોટું બોલીને લોકોની સહાનુભૂતિ મેળવવાની અને તેનો ફાયદો ઉઠાવવાની આદત છે. છેલ્લા ચાર વર્ષમાં તેને મને મારી દીકરીઓથી અલગ કરી દીધો છે. આ સામાન્ય વર્તન નથી તેનું વર્તન જોઈને મને લાગે છે કે તેનું માનસિક સંતુલન બરાબર નથી. ફેમિલી કોર્ટ એક્ટની કલમ 12 હેઠળ મેં માંગણી કરી છે કે તેનું માનસિક સંતુલન તપાસવામાં આવે.’ આ ઉપરાંત નીતીશ ભારદ્વાજે કહ્યું કે, તેની પત્નીએ તેને જાણ કર્યા વિના જ છોકરીઓને બોર્ડિંગ સ્કૂલમાંથી કાઢીને અજાણી જગ્યાએ મોકલી દીધી. આ પછી ભોપાલ પોલીસ કમિશનરે આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ એડિશનલ સીપી ઝોન 3 શાલિની દીક્ષિતને સોંપી છે.જોકે, આ મામલે તેની પત્ની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Shilpa shetty: શિલ્પા શેટ્ટી એ કર્યા નરેન્દ્ર મોદી ના વખાણ, વડાપ્રધાન ને મોકલેલા પત્ર માં તેમના વિશે લખી આ વાત
તમને જણાવી દઈએ કે, નીતિશ ભારદ્વાજે 27 ડિસેમ્બર 1991ના રોજ મોનિષા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. જો કે નીતીશે વર્ષ 2005માં મોનિષાથી છૂટાછેડા લીધા હતા.ત્યરબાદ નીતીશ ભારદ્વાજે 2009માં મધ્ય પ્રદેશ કેડરની IAS ઓફિસર સ્મિતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે જોડિયા દીકરીઓ દેવયાની નીતિશ ભારદ્વાજ અને શિવરંજની નીતિશ ભારદ્વાજ છે.. 2019 માં, અભિનેતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, 2022માં નીતીશે સ્મિતાથી છૂટાછેડા લીધા છે.