News Continuous Bureau | Mumbai
No entry 2: ફિલ્મ નો એન્ટ્રી માં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી જોવા મળ્યા હતા. હવે બોની કપૂરે ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ ની જાહેરાત કરી છે. પહેલા મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવ્યું હતું કે નો એન્ટ્રી ની સિક્વલ માં તેની ઓરિજિનલ સ્ટારકાસ્ટ ને લેવામાં આવશે પરંતુ હવે તેને સ્થાને વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂર ને કાસ્ટ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને અનિલ કપૂર બોની કપૂર થી નારાજ છે આ વાતનો ખુલાસો ખુદ બોની કપૂરે કર્યો છે
આ સમાચાર પણ વાંચો : TMKOC:’તારક મહેતા…’ ફેમ જેનિફર મિસ્ત્રી જાતીય સતામણીનો કેસ જીતી, અભિનેત્રીને મળશે 25-30 લાખનું વળતર..
અનિલ કપૂર થયો બોની કપૂર ની નારાજ
બોની કપૂર એ કહ્યું “નો એન્ટ્રીની સિક્વલ અને તેમાં સામેલ કલાકારો વિશે હું મારા ભાઈ અનિલને કહી શકું તે પહેલાં, તે ગુસ્સે થઈ ગયો કારણ કે સમાચાર પહેલેથી જ લીક થઈ ગયા હતા. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે તે લીક થઈ ગયું,’ હું જાણું છું કે તે નો એન્ટ્રી સિક્વલનો ભાગ બનવા માંગતો હતો, પરંતુ ત્યાં જગ્યા નહોતી. હું સમજાવવા માંગતો હતો કે મેં જે કર્યું તે શા માટે કર્યું.” આ ઉપરાંત બોની કપૂરે ફિલ્મ ની સ્ટારકાસ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, “વરુણ અને અર્જુન ખૂબ સારા મિત્રો છે. વાર્તામાં તેમની કેમેસ્ટ્રી જોવા મળી શકે છે અને દિલજીત આજે એક મોટો સ્ટાર છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.” તેમજ બોની કપૂરે જણાવ્યું કે, ‘મારો ભાઈ હજુ મારી સાથે બરાબર વાત કરતો નથી. હું આશા રાખું છું કે આ બધું જલ્દીથી ઉકેલાઈ જશે. ચાલો જોઈએ.’