News Continuous Bureau | Mumbai
No entry 2: નો એન્ટ્રી 2 એ સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ની કોમેડી ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ છે. આ ફિલ્મ ની સિક્વલ પ[ર ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે.. નો એન્ટ્રી 2’માં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ને સ્થાને વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ જેવા સ્ટાર્સ જોવા મળશે. હવે આ ફિલ્મ માં મુખ્ય અભિનેત્રીઓ કોણ હશે. તેને લઈને એક નવું અપડેટ પણ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ માધુરી દીક્ષિત ની એન્ટ્રી કન્ફર્મ, કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા
નો એન્ટ્રી 2 માં થઇ માનુષી, શ્રદ્ધા ને કૃતિ ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ મુજબ નો એન્ટ્રી 2 માં માનુષી છિલ્લર, શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન પ્રતિષ્ઠિત સ્ટાર કાસ્ટ સાથે જોડાશે.જો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મમાં માનુષી, કૃતિ અને શ્રદ્ધા મહત્વની ભૂમિકામાં હશે. જો કે, આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.