Site icon

કોરોનાને કારણે આ વર્ષે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન થયું રદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 સપ્ટેમ્બર 2020

કોરોના વાયરસ ના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકડાઉનના કારણે ઘણી ફિલ્મો તૈયાર હોવા છતાં રિલીઝ કરી શકાઇ નથી. કારણે અમુક ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી છે. તેવામાં કોરોનાને કારણે નવેમ્બરમાં ગોવામાં યોજાનારો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઈએફએફઆઈ) મુલતવી રાખવામાં આવ્યો છે. પહેલા આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20 થી 28 નવેમ્બર 2020 સુધી યોજવાનો હતો, પરંતુ હવે તે 16 થી 24 જાન્યુઆરી 2021 સુધી યોજાશે. પ્રાપ્ત જાણકારી મુજબ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્ય પ્રધાન ડો.પ્રમોદ સાવંત વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફિલ્મ ફેસ્ટિવલની તારીખો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે વધુ વિસ્તરણ અંગે માહિતી આપી હતી.

જાવડેકરે જણાવ્યું હતું કે આ વર્ષે 20 થી 28 નવેમ્બરની જગ્યાએ હવે 51 મી  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઈ) આગામી વર્ષે 16 થી 24 જાન્યુઆરી દરમિયાન ગોવામાં યોજાશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કેલ્મ ફેસ્ટિવલનું આયોજન વર્ચ્યુઅલ અને ફિઝિકલ બંને રીતે યોજવામાં આવશે. ઉત્સવમાં, કોરોના સંબંધિત માર્ગદર્શિકાઓનું સખત રીતે પાલન કરવામાં આવશે. આ આયોજન દર વરસે ગોવામાં યોજવામાં આવતો હોય છે.

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version