Site icon

Nora Fatehi: રશ્મિકા બાદ હવે નોરા ફતેહી બની ડીપફેક વિડીયો નો શિકાર, અભિનેત્રી એ કહી આવી વાત

Nora Fatehi: રશ્મિકા મંદન્ના, સહિત અનેક અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. હાલમાં જ રશ્મિકા નો ડીપફેક વિડીયો બનવનાર આરોપી પકડાયો છે ત્યાં જ નોરા ફતેહીનો ડીપફેક વીડિયો સામે આવ્યો છે. આ વાતની જાણકારી નોરા ફતેહીએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

Nora fatehi deepfake video goes viral

News Continuous Bureau | Mumbai

Nora Fatehi: રશ્મિકા મંદન્ના બાદ નોરા ફતેહી ડીપફેક વીડિયોનો શિકાર બની છે. નોરા ફતેહીનો એક ડીપ ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે અને કહ્યું છે કે તે આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો બનાવવાના મુખ્ય આરોપીની દિલ્હી પોલીસે આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરી છે. આ દરમિયાન નોરા ફતેહીનો ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

નોરા ફતેહી નો ડીપફેક વિડીયો થયો વાયરલ 

નોરા ફતેહીએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં નોરા ફતેહીએ કહ્યું છે કે, ‘હું આઘાતમાં છું. આ હું નથી. નોરા ફતેહીની પોસ્ટમાં જોવા મળી રહ્યું છે કે, નોરા ફતેહી એક પ્રોડક્ટની જાહેરાત કરી રહી છે. જોકે, નોરા ફતેહીના ચહેરાનો ઉપયોગ કરીને એક ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નોરા ફતેહીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને કહ્યું છે કે આ એક ફેક વીડિયો છે. 


આ વિડિયો જોઈને કોઈને ખ્યાલ ના આવી શકે  કે તે ખરેખર નોરા નહીં પણ કોઈ અન્ય છે. બધા આ છોકરીને નોરા ફતેહી સમજી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Tarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર ચઢ્યો રામ ભક્તિ નો રંગ,રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે કરી રહ્યા છે આ કામ

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version