Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ

Nora Fatehi Defamation Case ઈન્સ્ટાગ્રામ પર જેસના જેટને 'લેગો પ્લેન' અને 'ટોય પ્લેન' કહી સેફ્ટી પર ઉઠાવ્યા હતા સવાલ; બુકિંગમાં ૧૫૨૦% નો ઘટાડો થતાં એવિએશન કંપની કોર્ટે ચઢી

by Mayuri Jabar
Nora Fatehi Defamation Case   નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ

 

News Continuous Bureau | Mumbai

Nora Fatehi Defamation Case બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) સોશિયલ મીડિયા પર ચાર્ટર્ડ પ્લેનની મજાક ઉડાવવાના મામલે ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાઈ છે. એવિએશન કંપની ‘ડ્યુન્સ એવિએશન’ (Dunes Aviation) દ્વારા ગાંધીનગર સિવિલ કોર્ટમાં નોરા ફતેહી સામે ₹૩ કરોડનો માનહાનિનો દાવો (Defamation Suit) દાખલ કરવામાં આવ્યો છે. કંપનીનો આરોપ છે કે નોરાએ પોતાના લાખો ફોલોઅર્સ ધરાવતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિઝનેસ જેટને ‘રમકડું’ (Toy Plane) અને ‘લેગો પ્લેન’ ગણાવી કંપનીની સુરક્ષા અને પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે કંપનીના બિઝનેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Nora Fatehi Defamation Case – મુંબઈથી જયપુર ફ્લાઇટ દરમિયાન વીડિયો બનાવી કરી હતી ટિપ્પણી

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નોરા ફતેહી અને તેની ટીમે મુંબઈથી જયપુરની મુસાફરી માટે ડ્યુન્સ એવિએશનનું ‘સેસના સાયટેશન સીજે૨’ (Cessna Citation CJ2) બિઝનેસ જેટ ભાડે રાખ્યું હતું. સફર દરમિયાન નોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. એક વીડિયોમાં તેણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “આ એક રમકડું છે, જ્યારે તમે એમેઝોન પરથી એરપ્લેન ઓર્ડર કરો ત્યારે આવું જ મળે છે”. કંપનીએ દલીલ કરી છે કે આ વિમાન ડીજીસીએ (DGCA) ના તમામ સલામતી માપદંડો પૂર્ણ કરે છે અને ફ્લાઇટ સલામત રીતે જયપુર પહોંચી હોવા છતાં અભિનેત્રીએ ટેકનિકલ જ્ઞાન વિના જાહેરમાં એરક્રાફ્ટની સુરક્ષા પર પાયાવિહોણા સવાલો ઉઠાવ્યા હતા.

Nora Fatehi Defamation Case – કંપનીના બુકિંગમાં ૧૫ થી ૨૦ ટકાનો મોટો કડાકો

એવિએશન ફર્મે જણાવ્યું કે નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર ૪.૬ કરોડથી વધુ (46.6M) ફોલોઅર્સ હોવાથી તેની પોસ્ટ્સની વ્યાપક અસર થઈ હતી. આ વીડિયો વાયરલ થયાના ૪૫ થી ૫૦ દિવસની અંદર કંપનીના ચાર્ટર્ડ ફ્લાઇટ બુકિંગમાં ૧૫ થી ૨૦ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણા ક્લાયન્ટ્સે પોતાના બુકિંગ રદ કર્યા હતા. વ્યવસાયિક નુકસાન અને બ્રાન્ડની છબી ખરડાતાં કંપનીએ અગાઉ નોરાને કાનૂની નોટિસ પાઠવી હતી, પરંતુ અભિનેત્રી તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં આખરે ગાંધીનગર કોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડી હતી.

Nora Fatehi Defamation Case – વીડિયો હટાવવા અને વળતર ચૂકવવા માંગણી; ૨૫ સપ્ટેમ્બરે સુનાવણી

ડ્યુન્સ એવિએશને કોર્ટ સમક્ષ માંગ કરી છે કે અભિનેત્રી પોતાની તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પરથી સંબંધિત વીડિયો તાત્કાલિક હટાવે અને વ્યવસાયિક નુકસાન તથા ગુડવિલને પહોંચેલી હાનિ બદલ ₹૩ કરોડનું વળતર ચૂકવે. ગાંધીનગર સિવિલ કોર્ટે આ મામલે નોરા ફતેહીને નોટિસ જારી કરી છે અને આ કેસ હાલ રિજોઇન્ડર તબક્કે હોવાથી આગામી સુનાવણી ૨૫ સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે. કાનૂની વિશ્લેષકોના મતે સેલિબ્રિટીઝ દ્વારા સોશિયલ મીડિયા પર કંપનીઓની શાખ જોખમાય તેવી બિનજવાબદાર ટિપ્પણીઓ સામે આ કેસ એક મોટો દાખલો બેસાડી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Global Population Decline Crisis સાવધાન! હવે વસ્તી ઘટવી બની રહ્યું છે નવું સંકટ, ભારત સહિત મોટા દેશોમાં ચિંતા વધી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More