બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ ટ્રેડિશનલ લુકમાં શેર કરી તસવીરો, વ્હાઇટ લહેંગામાં પોઝ દેતી આવી નજર ; જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 ફેબ્રુઆરી 2021

બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે 

આ તસ્વીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરનો એ-લાઇન ડિઝાઈનર લહેંગો પહેર્યો છે. સાથે તેણે એમ્બેલિશ્ડ વ્હાઇટ ક્રૉપ ટૉપ કેરી કર્યો હતો. નોરાએ આની સાથે ભારે એક્સસરીઝને છોડીને સિમ્પલ ડાયમન્ડ સ્ટડ પહેરેલો છે. તે આ ટ્રેડિશનલ લુકના ફોટોસમાં પણ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આપને જણાવી દઇએ કે નોરા ફતેહીએ પોતાના ડાન્સથી નામ કમાવ્યું હોય. પરંતુ તેણે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.નોરા ફતેહી માત્ર હિન્દી સિને પ્રેક્ષકો જ નહીં, પણ સાઉથ સિને પ્રેક્ષકોમાં પણ લોકપ્રિય છે. તેણે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં, નોરા ફતેહી તેનો ડાન્સ કરતી જોવા મળશે. આ અભિનેત્રી છેલ્લે સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળી હતી, જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More