News Continuous Bureau | Mumbai
અભિનેત્રી નોરા ફતેહીએ (Nora Fatehi)ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram) પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે, જેના પરથી ચાહકોની નજર હટતી નથી. નોરાએ બ્લેક કલરનો ફ્લોરલ ડ્રેસ (Black floral dress) પહેર્યો છે,જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેને ઉભા રહી ને ઘણા પોઝ આપ્યા છે ઉભી જેમાં તે તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.
ડાન્સિંગ દિવાના (Dancing fans) નોરાના આ લૂકથી ચાહકો ઉડીને આંખે વળગે છે અને કોમેન્ટ સેક્શનમાં તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, નોરા ઉફ્ફ. અન્યએક યુઝરે કોમેન્ટ કરી હતી કે, નોરા તે આગ લગાડી દીધી. કેટલાકે નોરાને હોટી કહી છે, તો કેટલાકે તેને ફાયર ઇમોજી દ્વારા હોટ હોવાનું સ્વીકાર્યું હતું. આ તસવીરોનેમાત્ર બે કલાકમાં ૨ લાખ ૭૮ હજારથી વધુ લાઈક્સ મળી છે.
નોરા ફતેહી (Nora Fatehi) વર્તમાન દિવસોમાં શો 'ડાન્સ દીવાને જુનિયર્સ'ને જજ કરી રહી છે. તેમના સિવાય માર્ઝી પાસ્તોનજી અને નીતુ કપૂર (Neetu Kapoor) પણ આ શોના જજ છે. આ શોનું પ્રીમિયર ૨૩ એપ્રીલ, ૨૦૨૨થી શરૂ થયું છે. નોરાએ 'દિલબર', 'ડાન્સ મેરી રાની', 'નચ મેરી રાની' જેવા ગીતો પર તેના શાનદાર અભિનયથી લોકોના દિલજીતી લીધા છે.
નોરા ફતેહી છેલ્લે ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (Bhuj: the pride of India) માં જાેવા મળી હતી, જેમાં તેણે અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ સાથેકામ કર્યું છે.નોરા ફતેહીએ પોતાના ડાન્સ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : હરનાઝ કૌર સંધૂ એ કાઉચ પર બેસીને આપ્યા પોઝ, તસવીરો એ વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ
