ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નોરા ફતેહી આ દિવસોમાં અલગ અલગ અવતારમાં નજર આવી રહી છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. નોરાએ આ તસવીરોમાં લાલ કલરમાં સોનેટ ફેબ્રિકથી બનેલો ડ્રેસ પહેર્યો છે. જેમાં ડીપ નેક સાથે ફ્લોરલ સ્લીવ છે.

નોરાએ આ ડ્રેસની સાથે ન્યૂડ કલરના હાઈ હીલ સેન્ડલ પહેરેલા છે. નોરાએ ગળામાં ખુબ જ પાતળી થ્રી લેયર ચેન પહેરેલી છે. આ ડ્રેસમાં નોરા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. દરેક વખતની જેમ નોરા આ તસવીરોમાં પણ ખુબ જ કોન્ફિડન્ટ નજર આવી રહી છે. નોરાને ઇન્ડસ્ટ્રીમાં તેના જબરદસ્ત ડાન્સ માટે ઓળખવામાં આવે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો નોરા ફતેહી 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં નજર આવશે. તે ફિલ્મના લીડ રોલમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને શરદ કેલકર સાથે નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર આગામી 13 ઓગસ્ટે રિલીઝ થશે. છેલ્લે અભિનેત્રી સ્ટ્રીટ ડાન્સર 3ડી માં જોવા મળી હતી, જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા.