ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને હાલમાં જ મુંબઈમાં શાનદાર અંદાજમા સ્પોટ કરવામાં આવી હતી.
ઘરેથી નિકળતા જ નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે પરંતુ આ વખતે નોરા ફતેહીનો અંદાજ જ કંઈક અલગ હતો. આ દરમિયાન નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. પાપારજી સામે નોરાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. ન્યૂડ લિપસ્ટિક અને ઓપન હેરમાં નોરા ફતેહી ખૂબ જ દિલકશ લાગી રહી હતી.
નોરા ફતેહીએ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા હતા. નોરાના ચાહકો પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક વખતની જેમ નોરા આ તસવીરોમાં પણ ખુબ જ કોન્ફિડન્ટ નજર આવી રહી છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના 3 કરોડથી વધુ ફોલોઅર્સ પણ છે અને તેના નામે ઢગલાબંધ ફેનપેજ પણ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે આ સમયે કામની કોઇ કમી નથી. તેની ફેન ફોલોઇંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને નોરાના ફેન્સ પણ તેનો એક પણ પ્રોજેક્ટ મિસ કરવા નથી માંગતા. નોરા ફતેહીની ફિલ્મ ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. જો કે આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા રાખવામાં આવી હતી.