Site icon News Continuous Bureau | Mumbai

 વ્હાઈટ કલરના સિઝલિંગ ડ્રેસમા મુંબઈના રસ્તાઓ પર જોવા મળી નોરા ફતેહી, પાપારાઝી સામે આપ્યા કાંતિલાના અંદાજમાં પોઝ; જુઓ તસવીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને હાલમાં જ મુંબઈમાં શાનદાર અંદાજમા સ્પોટ કરવામાં આવી હતી.

ઘરેથી નિકળતા જ નોરાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે પરંતુ આ વખતે નોરા ફતેહીનો અંદાજ જ કંઈક અલગ હતો. આ દરમિયાન નોરા વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. પાપારજી સામે નોરાએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. ન્યૂડ લિપસ્ટિક અને ઓપન હેરમાં નોરા ફતેહી ખૂબ જ દિલકશ લાગી રહી હતી.

નોરા ફતેહીએ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા હતા. નોરાના ચાહકો પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરેક વખતની જેમ નોરા આ તસવીરોમાં પણ ખુબ જ કોન્ફિડન્ટ નજર આવી રહી છે. ફક્ત ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના 3 કરોડથી વધુ ફોલોઅર્સ પણ છે અને તેના નામે ઢગલાબંધ ફેનપેજ પણ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે આ સમયે કામની કોઇ કમી નથી. તેની ફેન ફોલોઇંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને નોરાના ફેન્સ પણ તેનો એક પણ પ્રોજેક્ટ મિસ કરવા નથી માંગતા. નોરા ફતેહીની ફિલ્મ ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. જો કે આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ ન મળ્યો જેટલી આશા રાખવામાં આવી હતી.

 

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version