Site icon News Continuous Bureau | Mumbai

Nora Fatehi: ભૂષણ કુમાર સાથે અફેરની અફવાઓ પર નોરા ફતેહીએ તોડ્યું મૌન; વર્ષો જૂની પોસ્ટ વાયરલ થતા અભિનેત્રીએ આપ્યું શોકિંગ રિએક્શન

Nora Fatehi: સોશિયલ મીડિયા પર નોરાની ‘એક કમેન્ટ’ એ મચાવી ધૂમ; દિવ્યા ખોસલા કુમાર સાથેના વિવાદ બાદ ફરી ચર્ચામાં આવ્યું નામ, જાણો કોને ડેટ કરી રહી છે નોરા

Nora Fatehi reacts to years-old affair rumors with Bhushan Kumar

Nora Fatehi reacts to years-old affair rumors with Bhushan Kumar

News Continuous Bureau | Mumbai

Nora Fatehi: બોલિવૂડમાં લિંકઅપ અને બ્રેકઅપની વાતો નવી નથી, પરંતુ નોરા ફતેહી અને ભૂષણ કુમારનું નામ છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે જોડવામાં આવતું રહ્યું છે. તાજેતરમાં એક જૂની થ્રેડ વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભૂષણ કુમાર પરિણીત હોવા છતાં નોરા સાથે રિલેશનમાં હતા. આ અફવાઓ પર સામાન્ય રીતે ચુપ રહેતી નોરાએ આ વખતે કમેન્ટ સેક્શનમાં પોતાનું રિએક્શન આપ્યું છે. નોરાએ આ વાયરલ પોસ્ટ પર માત્ર ‘વાહ’ (Wow) લખીને હસવાનું ઈમોજી મૂક્યું છે. નોરાની આ નાનકડી કમેન્ટ અત્યારે ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. ફેન્સ એ સમજી શકતા નથી કે નોરા આ વાતની મજાક ઉડાવી રહી છે કે પછી તે કટાક્ષ કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ek Din Teaser Out: ‘એક દિન’ નું ટીઝર રિલીઝ: સાઈ પલ્લવીના પ્રેમમાં ડૂબેલો જોવા મળ્યો જુનૈદ ખાન, બરફની વાદીઓમાં જોવા મળી શાનદાર કેમિસ્ટ્રી

શું હતો સમગ્ર વિવાદ?

વર્ષ 2022 માં ફિલ્મ ક્રિટિક  એ દાવો કર્યો હતો કે ભૂષણ કુમાર અને નોરા ફતેહી વચ્ચે લગભગ 2 વર્ષથી સંબંધો હતા. એ સમયે એવી પણ અફવા ઉડી હતી કે દિવ્યા ખોસલા કુમારને આ વિશે જાણ થઈ ગઈ છે અને તેઓ અલગ થવાના છે. જોકે, બાદમાં ભૂષણ અને દિવ્યાએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને નોરાએ પણ આ મુદ્દે ક્યારેય ખુલીને વાત કરી નહોતી.


ભૂષણ કુમારની અફવાઓ વચ્ચે નોરા ફતેહીનું નામ અત્યારે મોરોક્કન ફૂટબોલર અશરફ હકીમી (Achraf Hakimi) સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં હકીમીએ નોરાની પોસ્ટ લાઈક કરી હતી અને નોરા પણ મોરોક્કોમાં જોવા મળી હતી. આફ્રિકા કપ ઓફ નેશન્સ દરમિયાન નોરાની મોરોક્કો મુલાકાતે આ અટકળોને વધુ વેગ આપ્યો છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી રિલેશનશિપની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version