ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહી ઘણી વખત તેના ડાન્સ મૂવ્સ અને હૉટનેસને કારણે સમાચારોમાં રહે છે. નોરાના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર આગ લગાડે છે. સોશિયલ મીડિયાથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી, અભિનેત્રીની જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે, પરંતુ શું તમે જાણો છો કે આજે કરોડો લોકોના દિલમાં રહેતી નોરાએ વેઇટર તરીકે પણ કામ કર્યું છે. હા, નોરાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે, એટલું જ નહીં, અભિનેત્રીએ એમ પણ કહ્યું કે વેઇટર હોવાને કારણે ક્યારેક લોકો ખૂબ ખરાબ વર્તન કરતા હતા, પરંતુ લોકોને એ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી એ જાણવું જોઈએ.
નોરા તાજેતરમાં એક કૂકિંગ રિયાલિટી શોમાં પહોંચી હતી, જ્યાં તેણે તેના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તે વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. જે તેણે લગભગ 2 વર્ષ એટલે કે 18 વર્ષની ઉંમર સુધી કર્યું. આ કામ દરમિયાન અભિનેત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વેઇટ્રેસની નોકરી વિશે વાત કરતાં નોરાએ કહ્યું કે, “વેઇટ્રેસ બનવું ખૂબ જ મુશ્કેલ છે. તમારી પાસે સારી વાતચીતની કુશળતા હોવી જોઈએ, સારું વ્યક્તિત્વ હોવું જોઈએ, તમારે હોશિયાર હોવું જોઈએ, તમારી પાસે સારી યાદશક્તિ હોવી જોઈએ. કેટલીક વાર ગ્રાહકો ખરાબ વર્તન કરે છે, એથી તમારે પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ થવું જોઈએ.’’ અભિનેત્રીએ આગળ કહ્યું, “એ મારા માટે માત્ર એક સાઇડ જૉબ હતી. હું ત્યાંથી સરળતાથી પૈસા કમાઈ શકી. મને લાગે છે કે આ કૅનેડાની સંસ્કૃતિ છે, ત્યાં દરેક પાસે નોકરી છે, ત્યાં લોકો સ્કૂલમાં જવાની સાથે સાથે નોકરી પણ કરે છે.’’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા તાજેતરમાં અભિષેક દુધૈયા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા'માં અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહાની સામે જોવા મળી હતી.