ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
કેનેડાનમાં જન્મેલી નોરા ફતેહી ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે. તે અવાર નવાર બિકીની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે તેની ફિટ બોડી અને ફિગરને ફ્લુએન્ટ કરવામાં અચકાતી નથી. તે આ ફોટોમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આપને જણાવી દઇએ કે નોરા ફતેહીએ પોતાના ડાન્સથી નામ કમાવ્યું હોય. પરંતુ તેણે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નોરા ફતેહી માત્ર હિન્દી સિનેઇ પ્રેક્ષકો જ નહીં, પણ સાઉથ સિને પ્રેક્ષકોમાં પણ લોકપ્રિય છે. તેણે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં, નોરા ફતેહી તેનો ડાન્સ કરતી જોવા મળશે. આ અભિનેત્રી છેલ્લે સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળી હતી, જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા.
