News Continuous Bureau | Mumbai
Ramayana: નિતેશ તિવારી તેમની ફિલ્મ રામાયણ ને કારણે ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ આવતા રહે છે. હાલમાંજ એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં રાજા દશરથના રોલ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ તેમાં કામ કરવા માટે રસ દાખવી રહ્યા છે. આ પછી હવે નવું અપડેટ સામે આવી રહ્યું છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચનની જગ્યાએ અરુણ ગોવિલ રાજા દશરથનું પાત્ર ભજવશે.જેમને રામાનંદ સાગર ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી.
આ સમાચાર પણ વાંચો : Chandni bhabhda: આલિયા ભટ્ટ ની મિમિક્રી કરીને ફેમસ થયેલી ઇન્ફ્લુએન્ઝર ચાંદની એ મુંબઈ માં ખરીદ્યું આ અભિનેતા નું ઘર
અમિતાભ બચ્ચન નહીં અરુણ ગોવિલ ભજવશે રાજા દશરથ ની ભૂમિકા
મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની ‘રામાયણ’ માટે અમિતાભ બચ્ચન નો નહીં પરંતુ અરુણ ગોવિલનો સંપર્ક કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ અમિતાભનો સંપર્ક કર્યો નથી. નિતેશ તિવારી એ એટલા માટે અરુણ ગોવિલ નો સમ્પર્ક કયો કેમકે તેમને રામાનંદ સાગર ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી આ માટે તેઓ દર્શકો ને રામાયણ સાથે જોડી શકે. જોકે હજુ સુધી ફિલ્મના નિર્માતા કે અરુણ ગોવિલ તરફ થી ફિલ્મના કાસ્ટિંગની કોઈ પુષ્ટિ આવી નથી.