Site icon

રિતિક રોશન કે રણવીર સિંહ કોણ કરશે બ્રહ્માસ્ત્ર ના બીજા ભાગમાં દેવ નો રોલ- અયાન મુખર્જીએ કર્યો ખુલાસો 

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર-આલિયા ભટ્ટની(Ranbir Kapoor-Alia Bhatt) બ્રહ્માસ્ત્રે(Brahmastra) પાંચ દિવસમાં 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. 410 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા(Part One: Shiva) નો ક્રેઝ જોયા બાદ ફિલ્મના ડિરેક્ટરે(Film director) તેની સિક્વલ બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ:(Brahmastra Part Two) પર કામ શરૂ કરી દીધું છે. અયાન મુખર્જીએ(Ayan Mukherjee) તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ માહિતી આપી હતી. એટલું જ નહીં, તેણે બીજા ભાગની સંભવિત કાસ્ટ પર પણ નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Community

બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા(Social media) પર એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં રિતિક રોશન અથવા રણવીર સિંહ(Hrithik Roshan or Ranveer Singh) દેવની ભૂમિકા ભજવશે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્ટ 2માં રણબીર કપૂર ડબલ રોલ કરવાનો છે. હવે અયાન મુખર્જીએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.અયાન મુખર્જીએ મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું અને કહ્યું, "ભાગ 2 માં દેવની ભૂમિકા કોણ ભજવશે તે હું અત્યારે જાહેર કરી શકતો નથી. હા, મને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સૂચવવામાં આવેલ નામો વાંચ્યા છે, પણ આ રહસ્ય ખોલવામાં સમય લાગશે."

 આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદ બાદ પારસ કલનાવત પડ્યો આ એક્ટ્રેસના પ્રેમમાં -બધાની સામે જણાવ્યું તેના ક્રશ નું નામ 

અયાન મુખર્જીએ કહ્યું કે તેણે બીજા ભાગની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી છે. વિશ્વભરના સિનેમાઘરોમાં બ્રહ્માસ્ત્રનો પહેલો ભાગ રિલીઝ થયો તે દિવસથી તેના બીજા ભાગ પર કામ શરૂ થઈ ગયું છે. અત્યારે ટીમ લોકોના ફીડબેક લઈને બીજા ભાગને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

 

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version