બૉલીવુડના ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્‍‍મી બૉમ્બ’નું નામ બદલાઈ ગયું, હવે આ નામે થશે રિલીઝ…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

30 ઓક્ટોબર 2020

બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્‍મી બૉમ્બ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું. જોકે આ ફિલ્મનું ટ્રેઇલર રીલિઝ થયા પછી ફિલ્મ વિવાદમાં આવી ગઇ હતી. હવે મેકર્સે આ ફિલ્મનું શિર્ષક બદલીને 'લક્ષ્‍મી' કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લક્ષ્‍મી બૉમ્બ હિન્દી ભાષા આધારિત હૉરર કોમેડી ફિલ્મ છે, જેને સાઉથ એક્ટર રાઘવ લોરેન્સે ડાયરેક્ટ કરી છે. 

આપને જણાવી દઈએ કે ફિલ્મના નિર્દેશક રાઘવ લોરેંજ આજે સેંસર સર્ટિફિકેટ માટે ગયા હતા. આ અવસર પર સીબીએફસી સાથે થયેલ ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી ફિલ્મના નિર્માતા શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે ફિલ્મ ‘લક્ષ્‍મી બૉમ્બ’નું ટાઈટલ ‘લક્ષ્‍મી’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લૉકડાઉનને કારણે લક્ષ્‍મીની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી હતી.

નોંધનીય છે કે ગત દિવસો કેટલાય સંગઠનોએ પણ ફિલ્મનું નામ બદલવાની માંગ કરી હતી.  આ ફિલ્મનું પ્રીમિયર 9 નવેમ્બરે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વીઆઈપી પર પ્રસારણ થશે. ફેન્સ પણ સમાચાર પર ખુબ રિએક્ટ કરી રહ્યા છે.

Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન
KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.
KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!
Exit mobile version