Site icon

War 2: ‘વોર 2’માં સલમાન કે શાહરુખ નહીં, બોલિવૂડ ના આ અભિનેતા ના કેમિયો ના સમાચારે પકડ્યું જોર

War 2: વોર 2 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પહેલા એવું કેહવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ માં સલમાન ખાન અને શાહરુખ ખાન નો કેમિયો હોઈ શકે છે. હવે આ બંને નો નહીં પરંતુ બોલિવૂડ ના આ અભિનેતા ના કેમિયો ના સમાચારે જોર પકડ્યું છે.

Not Salman or Shah Rukh, Bobby Deol to Make a Surprise Cameo in War 2

Not Salman or Shah Rukh, Bobby Deol to Make a Surprise Cameo in War 2

News Continuous Bureau | Mumbai

War 2: ફિલ્મ ‘વોર 2’ (War 2)ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે તેમાં સલમાન ખાન (Salman Khan) અથવા શાહરુખ ખાન (Shah Rukh Khan) કેમિયો કરશે. પરંતુ તાજેતરની માહિતી મુજબ, ફિલ્મમાં બોબી દેઓલ (Bobby Deol) ગેસ્ટ અપિરિયન્સ આપશે. ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે અને એડવાન્સ બુકિંગ ધમાકેદાર રીતે ચાલી રહી છે. ટ્રેડ એક્સપર્ટ્સના અનુમાન મુજબ, ફિલ્મ પ્રથમ દિવસે 60 કરોડથી વધુ કમાણી કરી શકે છે અને 15 ઓગસ્ટના દિવસે  70 કરોડનો આંકડો પાર કરી શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચારો ની વચ્ચે એકસાથે જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુનિયર બી ના પરિવાર નો વિડીયો થયો વાયરલ

સ્પાય યુનિવર્સમાં બોબી દેઓલ ની એન્ટ્રી

‘ટાઈગર 3’ (Tiger 3), ‘પઠાન’ (Pathaan) અને ‘વોર’ (War) જેવી ફિલ્મો બાદ હવે ‘વોર 2’ દ્વારા YRFના સ્પાયવર્સ (Spyverse) યુનિવર્સમાં બોબી દેઓલ (Bobby Deol) જોડાવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બોબી દેઓલનું કેમિયો દર્શકો માટે એક સરપ્રાઈઝ હશે. આ કેમિયો બાદ શક્ય છે કે તેને આગામી સ્પાયવર્સ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવે.


ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું સામાન્ય રીતે જોવા મળે છે કે કેમિયો કરનાર કલાકારને પછી લીડ રોલ આપવામાં આવે છે. બોબી દેઓલ (Bobby Deol) માટે પણ આવી શક્યતા છે. જો કે, તેની સંપૂર્ણ સ્પાયવર્સ ફિલ્મ માટે દર્શકોને થોડી રાહ જોવી પડશે. તેમનો પાવરફુલ અંદાજ દર્શકોને પસંદ આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Sanskari Ki Tulsi Kumari: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ એ રિલીઝ પહેલા જ કરી કરોડો ની કમાણી, ફિલ્મ એ તેની એડવાન્સ બુકીંગ માં કરી કમાલ
Veer Sharma death: કોટામાં થયો એક હૃદયદ્રાવક અકસ્માત, ટીવી એક્ટર વીર શર્મા અને તેમના ભાઈ શૌર્ય શર્માનું થયું દુઃખદ અવસાન, જાણો વિગતે
Ankita Lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ની એક પોસ્ટ ને કરને થયું ચર્ચા નું બજાર ગરમ
Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને હરાવી 9 મી વાર જીત્યો એશિયા કપ, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે આ રીતે કરી ઉજવણી
Exit mobile version