News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટીએ BJP)તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પયગંબર મોહમ્મદ (paigambar mohammad)પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરી છે. નુપુર શર્માએ એક ટીવી ડેબિટ શોમાં પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મામલો વધી ગયો હતો. માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ અરબ દેશોએ(Arab country) આની આકરી પ્રતિક્રિયા આપી અને ટિપ્પણીની નિંદા કરી. ભાજપે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આવી ટિપ્પણી પાર્ટીના મૂળ વિચારની વિરુદ્ધ છે. બીજી તરફ નુપુર શર્માએ માફી માંગી અને કહ્યું કે તે પોતાના શબ્દો પાછા લે છે. તેનો ઈરાદો કોઈને નારાજ કરવાનો નહોતો. હવે આ સમગ્ર મામલે કંગના રનૌતે નુપુર શર્માનો બચાવ કર્યો છે.
કંગનાએ સોશિયલ મીડિયા (Kangana Insta story)પર એક પોસ્ટમાં જણાવ્યં હતું કે નૂપુરને ધમકીઓ મળી રહી છે એ ખોટું છે. કંગનાએ લખ્યું હતું કે ‘નૂપુરને પોતાનો અભિપ્રાય જાહેરમાં મુકવાનો અધિકાર છે. હું જોઈ રહી છું કે તેને તમામ પ્રકારની ધમકીઓ મળી રહી છે. લગભગ રોજેરોજ કોઈને કોઈ હિંદુ દેવી દેવતાનું અપમાન થાય છે. ત્યારે આપણે કોર્ટમાં(court) જ જઈએ છીએ. તો નૂપુરના કિસ્સામાં પણ જાતે ન્યાય તોળવાને બદલે કોર્ટમાં જવું જોઇએ. આ અફઘાનિસ્તાન(Afghanistan) નથી. અહીં લોકશાહી ઢબે કામ કરતી સરકાર છે. જે લોકો ભૂલી જતા હોય તેને હું આ યાદ અપાવી દઉં.’
આ સમાચાર પણ વાંચો : ધ કાશ્મીર ફાઇલ્સ બાદ વિવેક અગ્નિહોત્રી બનાવશે આ ફિલ્મની સિકવલ – જાણો ક્યારે થશે રિલીઝ
કંગના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લગભગ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતી જોવા મળે છે. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધાકડ'(Dhakad) બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હાલમાં તે ફિલ્મ 'ઇમરજન્સી'માં વ્યસ્ત છે. આ સિવાય કંગના પાસે 'તેજસ', 'સીતા' અને 'મણિકર્ણિકા રિટર્ન્સ' છે.