O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ

O Romeo:શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓ રોમિયો’ ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં વિક્રાંત અને તમન્નાએ ફી લીધા વગર કામ કરીને સૌને ચોંકાવી દીધા છે.

by Zalak Parikh
O Romeo: Vikrant Massey and Tamannaah Bhatia Charge Zero Fees for Shahid Kapoor’s Next

News Continuous Bureau | Mumbai

O Romeo:શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ‘ઓ રોમિયો’ થિયેટરોમાં રિલીઝ થવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. સાજિદ નડિયાદવાલા અને વિશાલ ભારદ્વાજની આ ફિલ્મની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, નાના પાટેકર અને દિશા પાટણી જેવા કલાકારોની લાંબી ફોજ છે. જોકે, રિલીઝ પહેલા ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનારા વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ આ પ્રોજેક્ટ માટે કોઈ જ ફી વસૂલી નથી.

આ સમાચાર પણ વાંચો : Katrina Kaif Kamli Song Copy: કેટરિના કૈફનું એ સુપરહિટ ગીત નીકળ્યું નકલ? 20 વર્ષ જૂના લોકગીત સાથેનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ખળભળાટ

‘મકબૂલ’ જોઈને પ્રેરિત થયેલા વિક્રાંતે પૂરું કર્યું પોતાનું વચન

 વિક્રાંત મેસી વિશે વાત કરતા વિશાલ ભારદ્વાજે જણાવ્યું કે, વર્ષો પહેલા જ્યારે વિક્રાંત ઉભરતો કલાકાર હતો ત્યારે જ તેણે આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. ‘12th Fail’ જેવી સુપરહિટ ફિલ્મ બાદ મોટો સ્ટાર બનવા છતાં જ્યારે ફરીથી તેનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે પોતાનું વચન નિભાવ્યું. વિક્રાંતે ફી ન લેવાનું કારણ જણાવતા કહ્યું કે, વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકબૂલ’ જોઈને જ તેને ફિલ્મ ઉદ્યોગમાં આવવાની પ્રેરણા મળી હતી. આ આદરને કારણે તેણે ૮-૯ દિવસ સુધી ફ્રીમાં શૂટિંગ કર્યું અને ફિલ્મમાં જીવ પૂરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Pop Diaries Pvt Ltd (@ipopdiaries)


ફિલ્મની બીજી સ્ટાર તમન્ના ભાટિયાએ પણ આ ફિલ્મ માટે કોઈ ફી લીધી નથી. વિશાલ ભારદ્વાજના જણાવ્યા મુજબ, ફિલ્મમાં બજેટની મર્યાદા હોવા છતાં તમન્ના તરત જ આ નાનકડા પણ મહત્વના રોલ માટે તૈયાર થઈ ગઈ હતી. તમન્નાનો રોલ ફિલ્મમાં એક મોટો ટ્વિસ્ટ લાવે છે. તેણે ૧૨ દિવસ સુધી શૂટિંગ કર્યું અને પોતાના પાત્રની તૈયારી માટે વર્કશોપ તેમજ રિહર્સલમાં પણ પૂરો સમય આપ્યો હતો. તમન્નાના આ પ્રોફેશનલ વલણના ડાયરેક્ટરે ખૂબ વખાણ કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More