Site icon

OMG 2- OTT પર રિલીઝ થશે OMG 2નું ઓરિજિનલ વર્ઝન, ફિલ્મ ના નિર્દેશક અમિત રાયે કર્યો મોટો ખુલાસો,જાણો વિગત

અક્ષય કુમારની ફિલ્મ OMG 2 પર સેન્સર બોર્ડની કાતરથી નિર્માતાઓ ખૂબ જ નિરાશ થયા હતા. જોકે ફિલ્મના ડિરેક્ટરે કહ્યું છે કે ફિલ્મનું અનકટ વર્ઝન OTT પર જોવા મળશે.

omg 2 akshay kumar film uncut uncensored version ott platform director amit rai reveals

OMG 2: OTT પર રિલીઝ થશે OMG 2નું ઓરિજિનલ વર્ઝન, ફિલ્મ ના નિર્દેશક અમિત રાયે કર્યો મોટો ખુલાસો,જાણો વિગત

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારની ફિલ્મ OMG 2  સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ ઘણા સમયથી સેન્સર બોર્ડ ની લપેટામાં આવીગઈ હતી. સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ પહેલા A પ્રમાણપત્ર આપ્યું હતું અને એક કે બે નહીં પરંતુ 20 થી વધુ ફેરફારો કરવા જણાવ્યું હતું. A પ્રમાણપત્રની રજૂઆત પછી, ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે ફિલ્મના ડિરેક્ટરે એક મોટી જાહેરાત કરી છે કે ફિલ્મનું અનકટ અને અનસેન્સર્ડ વર્ઝન OTT પર બતાવવામાં આવશે.

Join Our WhatsApp Community

 

 A પ્રમાણપત્ર સાથે રિલીઝ થઇ OMG 2

OMG 2  ના દિગ્દર્શક અમિત રાયે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે દરેક તેમની ફિલ્મ થિયેટરોમાં જુએ, પરંતુ સેન્સર બોર્ડે તેને A પ્રમાણપત્ર આપ્યું હોવાથી આ ઇચ્છા અધૂરી રહી. જોકે દર્શકોના પ્રતિસાદથી ફિલ્મ નિર્માતાઓ ખૂબ જ ખુશ છે. બીજી તરફ, મેકર્સે તાજેતરમાં જણાવ્યું હતું કે OMG 2 એ તેની રિલીઝના 10 દિવસમાં 101.61 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અમિત રાયે કહ્યું, ‘અમે દિલગીર હતા કારણ કે અમે આ ફિલ્મ બધાને જોવા માટે બનાવી હતી, હવે આવું નહીં થઈ શકે. અમે તેમને અમને U/A પ્રમાણપત્ર આપવા વિનંતી કરી હતી (12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પેરેંટલ માર્ગદર્શન હેઠળ ફિલ્મ જોઈ શકે છે) પરંતુ તેઓએ ન કર્યું. અમે તેને અંત સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પછી તે થોડે દૂર ગયા, અમે થોડે દૂર ગયા અને સુધારા સાથે ફિલ્મ રિલીઝ થઈ.

આ સમાચાર પણ વાંચો : mika singh: મીકા સિંહ ને થયું ઇન્ફેક્શન, બેદરકારીને કારણે થયું આટલા કરોડ નું નુકશાન

 OTT પર રિલીઝ થશે OMG 2 નું અનકટ વર્ઝન

મીડિયા ને આપેલા આ ઈન્ટરવ્યુમાં જ્યારે અમિત રાયને પૂછવામાં આવ્યું કે શું ટીમ OTT પર OMG 2ને કોઈપણ ફેરફાર વિના રિલીઝ કરશે. તો આના પર તેણે કહ્યું, ‘હા, અમે નક્કી કર્યું છે કે અમે આખી ફિલ્મ OTT પર બતાવીશું, એક એવી ફિલ્મ જે સેન્સર ક્યારેય ઇચ્છતું ન હતું કે લોકો જુએ, પરંતુ લોકોએ ફિલ્મ જોઈ અને તેનો ચુકાદો આપ્યો. જો સેન્સર બોર્ડ આ ન સમજે તો અમે શું કહીએ?’ જ્યાં સુધી OTT પર ફિલ્મની રિલીઝનો સવાલ છે, દરેક ફિલ્મને થિયેટરમાં રિલીઝ થયા પછી 4 અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. આ પછી જ ફિલ્મ કોઈપણ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકશે. જોકે, મેકર્સે OTT પર ‘OMG 2’ની રિલીઝ ડેટ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે સપ્ટેમ્બરના અંત સુધીમાં Jio સિનેમા પર રિલીઝ થશે. તે પણ UNCUT સંસ્કરણમાં.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version