Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના આ અભિનેતા ની પહેલી કમાણી હતી 50 રૂપિયા, આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક

શું તમે જાણો છો કે શરદ સાંકલાને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરદની પહેલા કમાણી 50 રૂપિયા હતી, પરંતુ હવે તે 2 રેસ્ટોરન્ટનો માલિક છે. ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદના જીવન સાથે જોડાયેલી વાતો

once used to earn 50 rupees abdul aka sharad sankla of arak mehta ka ooltah chashmah now the owner of 2 restaurants

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના આ અભિનેતા ની પહેલી કમાણી હતી 50 રૂપિયા, આજે છે 2 રેસ્ટોરન્ટ નો માલિક

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ SAB ટીવીના લોકપ્રિય કોમેડી શો માંથી એક છે. તેના તમામ પાત્રો ખૂબ જ સારી રીતે અભિનય કરે છે. આજે શો નું દરેક પાત્ર ઘર ઘર માં લોકપ્રિય છે. શો માં અબ્દુલનું પાત્ર ભજવનાર શરદ સાંકલા ને ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ને 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદે ત્યારથી અત્યાર સુધી 35 થી વધુ ફિલ્મો અને ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પોતાની ઓળખ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરદની પહેલા કમાણી 50 રૂપિયા હતી, પરંતુ હવે તે 2 રેસ્ટોરન્ટનો માલિક છે. ચાલો જાણીએ અબ્દુલ એટલે કે શરદના જીવન સાથે જોડાયેલી વાતો

Join Our WhatsApp Community

 

શરદ નું બોલિવૂડ કરિયર 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પહેલીવાર 1990માં ફિલ્મ ‘વંશ’માં કેમેરાની સામે જોવા મળ્યો હતો. તેણે ચાર્લી ચેપ્લિન ની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ નાનું પાત્ર હતું. તે સમયે શરદને માત્ર 50 રૂપિયા મળતા હતા. આ પછી તેણે ‘ખિલાડી’, ‘બાઝીગર’ અને ‘બાદશાહ’ જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ તેમ છતાં તે આઠ વર્ષ સુધી બેરોજગાર રહ્યો. આ પછી તે ‘તારક મહેતા…’ સાથે જોડાયો અને પછી પાછું વળીને જોયું નથી.રિપોર્ટ્સ અનુસાર, શરદ મુંબઈમાં બે રેસ્ટોરન્ટનો માલિક પણ છે. તેની એક રેસ્ટોરન્ટ ‘પાર્લે પોઈન્ટ’ જુહુમાં છે અને બીજી ‘ચાર્લી કબાબ’ અંધેરીમાં છે. ઇન્ટરવ્યુ દરમિયાન શરદે કહ્યું હતું કે, “આ શો કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી, તેથી ભવિષ્યના રોકાણ માટે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, બેવડા પ્રયત્નો કરવા પડશે.” આ જ કારણ છે કે શરદે મુંબઈમાં બે રેસ્ટોરન્ટ ખોલી છે.

 

શરદ ની જીવનશૈલી 

જણાવી દઈએ કે શરદનો જન્મ 19 જૂન 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેમની પત્નીનું નામ પ્રેમિલા સાંકલા છે અને બંનેના લગ્નને 27 વર્ષ થયા છે. શરદને કૃતિકા નામની પુત્રી અને માનવ નામનો પુત્ર છે. શરદે અભ્યાસ છોડીને અભિનય શરૂ કર્યો અને તેણે તેની પ્રથમ જાહેરાત ચેરી બ્લોસમ શૂ પોલિશમાં ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવી, જે ખૂબ જ લોકપ્રિય બની.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version