'સુલતાન', 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'જોલી LLB 2' અને 'ભારત' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા કુમુદ મિશ્રાને શ્વાસ લેવામાં તકલીફ થતા મધ્ય પ્રદેશના રીવાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટવ આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, કુમુદની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ અત્યારે તેમણે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
