News Continuous Bureau | Mumbai
Salman khan house firing: સલમાન ખાન ના ઘરે ગોળીબાર કરનાર વ્યક્તિ ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ બાદ પણ પોલીસ ની કાર્યવાહી ચાલુ છે. બે આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને શૂટર્સ વચ્ચે સંપર્કનું કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 ના સેટ ની તસવીરો થઇ લીક, રિતિક રોશન અને જુનિયર એનટીઆર નો લુક આવ્યો સામે
સલમાન ખાન ના કેસ માં થઇ વધુ એક વ્યક્તિ ની ધરપકડ!
પોલીસનું કહેવું છે કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી સૂચનાઓ લીધી હોવાની શંકા છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસને એવા સંકેતો મળ્યા છે કે હુમલાખોરોને લોરેન્સ ગેંગ દ્વારા ગુનાને અંજામ આપવા માટે રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ શંકાસ્પદ ને હરિયાણામાં શોધી કાઢવામાં આવ્યો હતો. તેને મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવી હતી.