News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ઓનલાઈન લીક થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરીથી શરૂ થયું હતું. ફિલ્મની ટિકિટના દર પણ ઘણા ઊંચા છે, પરંતુ ચાહકો તેને જોવા માટે હજારો રૂપિયા ચૂકવી રહ્યા છે. આ દરમિયાન આ ફિલ્મ કેટલીક વેબસાઈટ પર લીક થઈ ગઈ છે, જેના કારણે મેકર્સને કરોડોનું નુકસાન થયું છે.
ઓનલાઇન લીક થઇ ફિલ્મ પઠાણ
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી એ એટલે કે આજે રિલીઝ થવાની છે, પરંતુ તેની રિલીઝના એક દિવસ પહેલા જ આ ફિલ્મ ઘણી વેબસાઈટ પર ઓનલાઈન લીક થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, Tamilrockers, Filmme4wap, Filmyzilla, Mp4movies, Pagalworld, Vegamovies જેવી કેટલીક ગેરકાયદેસર વેબસાઈટ ‘પઠાણ’ને રિલીઝ પહેલા જ તેમના પ્લેટફોર્મ પર ફ્રીમાં બતાવવાનો દાવો કરી રહી છે. જ્યારે કોઈપણ વેબસાઈટ માટે આવું કરવું ગેરકાયદેસર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વેબસાઈટ પર ‘પઠાણ’ ફિલ્મ લીક થઈ છે તેના પર HD પ્રિન્ટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, ફિલ્મની રાહ જોઈ રહેલા ચાહકો એક દિવસ પહેલા ઘરે બેસીને ફિલ્મ જોવાનું પસંદ કરશે. હજારો રૂપિયા આપીને એક દિવસ પછી નહીં. ઓનલાઈન લીકની અસર બોક્સ ઓફિસ પર જોવા મળી શકે છે.
View this post on Instagram
પઠાણ ના મેકર્સે શેર કરી પોસ્ટ
થોડા સમય પહેલા યશ રાજ ફિલ્મ્સે પોસ્ટ કર્યું હતું કે શું તમે સૌથી મોટા એક્શન સ્પેક્ટેકલ્સ માટે તૈયાર છો? બધા ને નમ્ર વિનંતી છે કે કોઈપણ વિડિયો રેકોર્ડ કરવાથી, તેને ઓનલાઈન શેર કરવાથી અને કોઈપણ સ્પોઈલર આપવાવાળા થી બચો. #પઠાણ ફક્ત થિયેટરોમાં! 25મી જાન્યુઆરી, 2023 ના રોજ તમારી નજીકના મોટા સ્ક્રીન પર #YRF50 સાથે #Pathan ની ઉજવણી કરો. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ. આ પહેલા ‘પઠાણ’ નું ટ્રેલર પણ લીક થયું હતું અને હવે ફિલ્મ લીક થવાને કારણે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. ફિલ્મ ‘પઠાણ’ નું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. ટ્રેલરમાં શાહરૂખની સ્ટાઈલ એકદમ કિલર લાગી રહી હતી. આ ફિલ્મથી શાહરૂખ 4 વર્ષ બાદ ફિલ્મમાં વાપસી કરી રહ્યો છે, આ પહેલા તે વર્ષ 2018માં ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યો હતો. ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે.