News Continuous Bureau | Mumbai
Oo Antava:ફિલ્મ ‘પુષ્પા – ધ રાઈઝ’ નું સુપરહિટ ગીત ‘ઊ અંટાવા’ ફરી ચર્ચામાં છે. ગીતના સંગીતકાર દેવી શ્રી પ્રસાદ એ તુર્કી ના સિંગર અતીએ (Atiye) પર તેમના ગીતની નકલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અતીએના નવા ગીત ‘એનલાયાના’ (Enlayana)ની ધૂન ‘ઊ અંટાવા’ સાથે ખૂબ જ સમાન છે અને તેઓ આ મામલે કાનૂની કાર્યવાહી કરશે.
આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: જાણો કાંદિવલી માં રહેતી ગુજરાતી પરિવાર ની દીકરી શેફાલી જરીવાલા ની એન્જીનીયરીંગ થી લઈને મ્યુઝિક આલ્બમ સુધી ની સફર
દેવી શ્રી પ્રસાદે તુર્કી સિંગર સામે નારાજગી વ્યક્ત કરી
DSPએ એક ઇવેન્ટમાં જણાવ્યું કે ‘ઊ અંટાવા’ ગીતને વિશ્વભરમાં લોકોએ પસંદ કર્યું છે, પણ હવે ખબર પડી છે કે તુર્કી સિંગરે આ ગીતની ધૂન નકલ કરી છે. DSPએ કહ્યું કે આ સ્પષ્ટ રીતે નકલ છે અને તેઓ આ મામલે કાનૂની પગલાં લેશે.DSPએ કહ્યું કે આ ઘટના બતાવે છે કે ભારતીય સંગીત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બની રહ્યું છે. તેમ છતાં, સંગીતની નકલ કરવી યોગ્ય નથી અને તે સામે પગલાં લેવાં જરૂરી છે.
Turkish singers have a history of rehashing songs from India. This one, released in 2024, rehashed Oo Antava Oo Oo Antava from Pushpa (2021) by our own @ThisIsDSP. By the way, this is not sampling. Turkish song details: Singer: Atiye Song: Anlayana. pic.twitter.com/XcTl0bmS0N
— Sylvian (@Sylvianism) June 29, 2025
‘ઊ અંટાવા’ ગીતમાં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ના હૂક સ્ટેપ્સ એ લોકોને દીવાના બનાવી દીધા હતા. DSPએ આ ગીતને કમ્પોઝ કર્યું હતું અને ઇન્દ્રાવતી ચૌહાણે ગાયું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
