Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away: જાણો કાંદિવલી માં રહેતી ગુજરાતી પરિવાર ની દીકરી શેફાલી જરીવાલા ની એન્જીનીયરીંગ થી લઈને મ્યુઝિક આલ્બમ સુધી ની સફર

Shefali Jariwala Passes Away: ‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન, જીવનની સફર અચાનક અટકી ગઈ

Shefali Jariwala Passes Away From Engineering Books to Bigg Boss Fame know actress Life Ends Mid-Remix

Shefali Jariwala Passes Away From Engineering Books to Bigg Boss Fame know actress Life Ends Mid-Remix

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Passes Away:  શેફાલી જરીવાલા નું 27 જૂન, 2025ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. માત્ર 42 વર્ષની ઉંમરે તેના અવસાનથી ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે. ‘કાંટા લગા’ ગીતથી રાતોરાત લોકપ્રિય બનેલી શેફાલી એન્જિનિયરિંગના વિદ્યાર્થી થી સ્ટાર બની હતી. તેનું જીવન એક રિમિક્સ જેવું હતું – ઉતાર-ચઢાવથી ભરેલું, પણ અચાનક અટકી ગયેલું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor: જાન્હવી કપૂરે રેખાની ‘ઉમરાવ જાન’ માટે શેર કર્યો ખાસ લુક, દિગ્ગ્જ અભિનેત્રી માટે કહી આવી વાત

‘કાંટા લગા’થી રાતોરાત સ્ટારડમ

શેફાલી જરીવાલાનો જન્મ 24 નવેમ્બર 1982 ના રોજ ગુજરાતમાં થયો હતો. શેફાલી શરૂઆતથી જ ફિલ્મ જગતનો ભાગ બનવા માંગતી હતી, તેથી તક મળતાં જ તે પોતાના સપના પૂરા કરવા માટે ગુજરાતથી મુંબઈ આવી ગઈ. અહીં આવ્યા પછી, તેણે ઘણા સંગીત આલ્બમ અને ફિલ્મોમાં પણ કામ કર્યું.મીડિયા રિપોર્ટ મુજબ શેફાલી મુંબઈ માં કાંદિવલી વેસ્ટ માં રહેતી હતી.કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલી શેફાલી જરીવાલા માટે ‘કાંટા લગા’ ના આ વિડીયો માટે તેણીની પસંદગી તેના કોલેજ કેમ્પસમાંથી જ કરવામાં આવી હતી. ‘કાંટા લગા’ પછી શેફાલી જરીવાલાએ ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં પણ કામ કર્યું. તેમ છતાં, તેનો કરિયર વધુ આગળ વધી શક્યો નહીં. તેને ખુલાસો કર્યો હતો કે તે 15 વર્ષની ઉંમરથી મિર્ગી ની બીમારીથી પીડાતી હતી, જેના કારણે કામ પર અસર પડતી હતી.


શેફાલીએ પહેલા સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા, જે 2009માં તૂટ્યા. ત્યારબાદ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા. 2019માં તે ‘બિગ બોસ 13’માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે કરી હતી.  શેફાલી નું આમ અચાનક અવસાન એન્ટરટેઇનમેન્ટ જગત માટે મોટી ખોટ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version