ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
સ્ટ્રેચ માર્ક્સ હવે ફેશન બની ગયા છે. અભિનેત્રીઓએ તેને ખુલ્લેઆમ બતાવવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસો પહેલા મલાઇકા આ જ કારણોસર ચર્ચામાં હતી. હવે ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા પણ સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કરતા ફોટાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
ટીવી જગતની કમોલિકા ઉર્ફે ઉર્વશી ધોળકિયા આજકાલ ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેણે સ્ટ્રેચ માર્ક્સને ફ્લોન્ટ કર્યા છે. આ તસવીરો પોસ્ટ કરીને તેમણે તેમને નિશાન બનાવતા રહેનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે.
ઉર્વર્ષીએ જે તસવીરો પોસ્ટ કરી છે તેમાં તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે બિકિની પહેરી છે અને તેના સ્ટ્રેચ માર્ક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ઉર્વશીને ટીવી જગતમાં 'કસૌટી જિંદગી કી' સિરિયલ દ્વારા ઓળખ મળી હતી. આ સીરિયલમાં તેણે કમોલિકાની ભૂમિકા ભજવી હતી. અંગત જીવનની વાત કરીએ તો ઉર્વશી ધોળકિયાએ 16 વર્ષની વયે લગ્ન કર્યા અને 17 વર્ષની વયે તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા, ત્યારથી તે સિંગલ મધર છે.