News Continuous Bureau | Mumbai
Orry manish malhotra party: ઓરહાન અવતારમણિ ઈન્ડસ્ટી માં ઓરી તરીકે ઓળખાય છે. તે ઘણીવાર સ્ટાર દીકરીઓ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.ઓરી પાર્ટીઓનો શોખીન છે અને તે સ્ટાર્સ સાથે મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. ઓરી અવારનવાર પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર સ્ટાર કિડ્સ સાથે તસવીરો શેર કરે છે. તાજેતરમાં ઓરી મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા માટે એથનિક લૂકમાં પહોંચ્યો હતો. દરમિયાન, ઓરી નો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઓરી પાપારાઝી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
ઓરી નો વિડીયો
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ઓરી ખૂબ જ શરમાળ જોવા મળી રહ્યો છે અને તે પાપારાઝીને કહી રહ્યો છે કે હવે તેના ગાલ દુઃખી ગયા છે. આ ઉપરાંત ઓરી પોતાને ખૂબ જ શરમાળ પણ કહી રહ્યો છે. આ વિડીયો માં ઓરી હિન્દી માં વાત કરી રહ્યો છે. ઓરીની હિન્દી સાંભળી નેટીઝન્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
ઓરીનો આ વિડિયો અને તેની બોલવાની શૈલી જોયા બાદ સ્પષ્ટ થાય છે કે તેને હિન્દી બોલતા સારી રીતે નથી આવડતું. તમને જણાવી દઈએ કે, ઓરી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને પ્રશિક્ષિત એનિમેટર છે. ઓરી અમીરી ટોમ ફોર્ડ, વિઝન ઓફ સુપર અને પ્રાડા જેવી કેટલીક મોટી બ્રાન્ડ સાથે પણ સંકળાયેલો છે. ઓરી માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ જાણીતો છે.
આ સમાચાર પણ વાંચો : Aryan Khan: શાહરુખ ખાન ની બર્થડે પાર્ટી માં આર્યન ખાને લૂંટી લાઈમલાઈટ, ઓલ બ્લેક લુકમાં હેન્ડસમ જોવા મળ્યો કિંગ ખાન નો પુત્ર, તસવીરો થઇ વાયરલ
