News Continuous Bureau | Mumbai
આ વર્ષના ઓસ્કારમાં(Oscar) ભારત તરફથી ગુજરાતી ફિલ્મ 'છેલો શો'(Chello show)ની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દસ વર્ષના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન(Rahul Koli death) થયું છે. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં (Ahmedabad)લ્યુકેમિયાના(Lucamia cancer) કારણે રાહુલ કોલીનું મૃત્યુ થયું હતું. ફિલ્મ 'છેલો શો' 14 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મમાં ભાવિન રબારી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રાહુલ તેના મિત્રના રોલમાં હતો. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા રાહુલના નિધનથી દરેક જણ દુખી છે. તેના પિતા ઓટો રિક્ષા (auto rickshaw)ચલાવે છે. રાહુલ તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ કોલીના પિતાએ કહ્યું, "રવિવાર, 2 ઓક્ટોબરના રોજ તેણે નાસ્તો કર્યો અને પછીના કેટલાક કલાકો સુધી વારંવાર તાવ આવ્યા પછી, રાહુલને ત્રણ વખત લોહીની ઉલટી થઈ, તે પછી મારું બાળક ના રહ્યું." તેણે કહ્યું કે અમારો પરિવાર બરબાદ થઈ ગયો છે. પરંતુ અમે તેનો 'છેલો શો' 14 ઓક્ટોબરે એકસાથે જોઈશું. તમને જણાવી દઈએ કે આ દિવસે (14 october) રાહુલ નું તેરમું હશે. આ ધાર્મિક વિધિઓ મૃત્યુ પછી કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : શું રશ્મિકા મંદન્ના કરી રહી છે વિજય દેવરાકોંડા ને ડેટ-આ વિશે અભિનેત્રી એ કર્યો ખુલાસો
ફિલ્મના નિર્માતાઓએ તેને દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ(release) કરવાનું નક્કી કર્યું છે કારણ કે ‘છેલો શો’ 95માં ઓસ્કાર એવોર્ડમાં(Oscar award) જાય છે. આ સાથે, તમે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ફિલ્મ જોઈ શકશો. હવે ફિલ્મની ટિકિટની કિંમત એક દિવસ માટે 95 રૂપિયા થઈ ગઈ છે. 'છેલો શો'નું નિર્દેશન યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવનથી પ્રેરિત છે.