News Continuous Bureau | Mumbai
Oscar 2024: ઓસ્કાર એવોર્ડ ની શરૂઆત થઇ ગઈ છે. આ એવોર્ડ માં ઓપનહાઈમર એ બાજી મારી છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આ એવોર્ડ સમારોહ યોજાયો છે. રિપોર્ટ મુજબ ઓસ્કાર વિજેતાઓ ને ટ્રોફી સાથે એક ગુડી બેગ પણ મળે છે જેની કિંમત કરોડો માં હોય છે તો ચાલી જાણીયે તે ગુડી બેગ માં શું હોય છે.
આ સમાચાર પણ વાંચો : Oscar award 2024: ઓસ્કાર એવોર્ડ 2024 માં ઓપનહાઈમર એ મારી બાજી, જીત્યા આટલા એવોર્ડ, વાંચો ઓસ્કાર વિજેતા ની સંપૂર્ણ યાદી અહીં
ઓસ્કાર વિજેતા ની ગુડી બેગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્કાર એવોર્ડ વિજેતાને ઈનામની રકમ તરીકે કોઈ રકમ આપવામાં આવતી નથી. એકેડેમી પુરસ્કાર વિજેતાઓ ને ચમકતી ગોલ્ડ એવોર્ડ સ્ટેચ્યુએટ ટ્રોફી મળે છે. આ ઉપરાંત તેમને એક ગુડી બેગ મળે છે.બેગમાં રહેલી વસ્તુઓની કિંમત ભારતીય ચલણમાં 1.5 કરોડ રૂપિયા છે. બેગમાં સૌથી મોંઘી વસ્તુ સ્વિસ આલ્પ્સની સફર છે. આ સફરનો ખર્ચ લગભગ 41 લાખ રૂપિયા છે. તેમજ ગુડી બેગમાં કેટલાક મેકઅપ ઉત્પાદનો, ચોકલેટ અને રૂબિક્સ ક્યુબનો પણ સમાવેશ થાય છે. ઓસ્કાર ટ્રોફીની વાત કરીએ તો તે બ્રોન્ઝની બનેલી છે. તેના પર 24 કેરેટ સોનાનું લેયર છે. તેને બનાવવા માટે 1000 ડોલર એટલે કે લગભગ 82 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.જો કોઈપણ વિજેતા તેની ટ્રોફી વેચવા માંગે છે, તો તે તેને ફક્ત એકેડમીને જ વેચી શકે છે.
