Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી

Oscars 2026: જાહ્નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા અભિનીત અને કરણ જોહર દ્વારા નિર્મિત ફિલ્મ 'હોમબાઉન્ડ' ને લઈને એક ગર્વની વાત સામે આવી છે. આ ફિલ્મને ૯૮મા એકેડમી એવોર્ડ્સ (ઓસ્કાર ૨૦૨૬) ની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ વિશ્વની ૧૫ ફિલ્મોમાંથી એક છે.

by Zalak Parikh
Oscars 2026: India's Film Homebound Shortlisted in the Best International Film Category

News Continuous Bureau | Mumbai

Oscars 2026: ભારત માટે ખુશખબરી આવી છે. કરણ જોહરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ૯૮મા એકેડમી એવોર્ડ્સ (ઓસ્કાર ૨૦૨૬) ની ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીની યાદી માટે શોર્ટલિસ્ટ થઈ છે. નીરજ ઘેવાન દ્વારા નિર્દેશિત ‘હોમબાઉન્ડ’ ને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ૧૬ ડિસેમ્બરે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાયન્સે આ જાહેરાત કરી છે. ‘હોમબાઉન્ડ’, વિશ્વની ૧૫ ફિલ્મોમાંથી એક છે.

આ સમાચાર પણ વાંચો : Rakhi Sawant: જયા બચ્ચનના નિવેદન પર રાખી સાવંતનો વિસ્ફોટક જવાબ! વિવાદ વધ્યો, કહી દીધી આ મોટી વાત

કલાકારો અને સિદ્ધિ

વિશાલ જેઠવા, ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ‘હોમબાઉન્ડ’ પહેલા જ ઘણા ફેસ્ટિવલ્સમાં ધમાલ મચાવી ચૂકી છે અને હવે ઓસ્કરની શોર્ટલિસ્ટમાં આવવું એ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે.આ ખુશખબરી શેર કરતા કરણે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું, “હું કહી શકતો નથી કે હાલમાં હું કેવું અનુભવી રહ્યો છું. મને ખૂબ જ ગર્વ છે અને હું હાલમાં ચંદ્ર પર છું. અમારી ફિલ્મ ગ્રાફીમાં ‘હોમબાઉન્ડ’નું હોવું પોતાનામાં ગર્વ અનુભવ કરાવે છે. થેન્કયુ નીરજ અમારા આ સપનાને સાચું કરવા માટે. કાન્સથી ઓસ્કાર શોર્ટલિસ્ટ સુધીની આ સફર ખૂબ જ શાનદાર રહી છે. પૂરી કાસ્ટ, ક્રૂ અને ટીમને આ સ્પેશિયલ ફિલ્મ સાથે પ્રેમ છે.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


હોમબાઉન્ડ’ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તે ૨ મિત્રો પર બનેલી મૂવી છે, જે સોસાયટીમાં જાતિ અને ધર્મને કારણે સામાજિક અન્યાય માંથી પસાર થઈ રહ્યા છે.કોવિડ-૧૯ દરમિયાન તેમના જીવનમાં ઘણો બદલાવ આવે છે અને તે જ સમયે તેમના સંબંધોની કસોટી થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More