Site icon

લો બોલો, પત્ની સાથે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જોવા આ પાકિસ્તાની એક્ટરે બુક કરાવ્યું આખું થિયેટર.. જુઓ વીડિયો જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

હાલમાં જ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ નો દેશ સહિત વિદેશમાં પણ દબદબો જોવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલી  દ્વારા નિર્દેશિત આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી હતી પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી રાહત મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી પરંતુ આલિયા ભટ્ટની એક્ટિંગના લોકોએ ખૂબ વખાણ કર્યા અને હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાની અભિનેતા મુનીબ બટ્ટે તેની પત્ની સાથે ફિલ્મ જાેવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતુ.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાકિસ્તાની એક્ટર મુનીબ બટએ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' જોવા માટે આખું થિયેટર બુક કરાવી દીધું હતું. પાકિસ્તાની એક્ટર મુનીબ બટે પોતાની પત્ની આઈમાન ખાનને આલિયાની આ ફિલ્મ બતાવવા માટે દુબઈમાં આખું થિયેટર બુક કરાવ્યું હતું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગંગુબાઈ કાઠિયાવાડી ૧૦૦ કરોડ ક્લબમાં પ્રવેશનારી આલિયા ભટ્ટની ૫મી ફિલ્મ બની છે, જેણે ૧૦૨.૬૦ કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ હજુ પણ ચાહકોની પહેલી પસંદ છે અને તેને અપાર પ્રેમ મળી રહ્યો છે. ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની પણ આ એક છે. રાઝી, ગલી બોય, 2 સ્ટેટ્‌સ સહિતની આલિયાની ફિલ્મોએ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. 

 

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version