News Continuous Bureau | Mumbai
Jawan: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. શાહરુખ ખાન ના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. ભારત ના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાહરુખ ખાન ના લાખો ચાહકો છે. ત્યાં તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જવાન ના ગીતો નો પણ ચાહકો માં ક્રેઝ જોવા મળી રહ્યો છે.’જવાન’નું ગીત ‘ચલેયા’ બધાનું ફેવરિટ ગીત બની ગયું છે. અને કેટલાય લોકો એ આ ગીત પર વિડીયો બનાવ્યા છે. હવે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ આ ગીત પર પોતાની જાત ને ડાન્સ કરતા રોકી શકી નથી. તે મિત્રો સાથે ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે કર્યો જવાન ના ગીત પર ડાન્સ
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર શાહરુખ ખાન ની ફેન છે. હાલમાં તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત ચલેયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં હાનિયા ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરી રહી છે. તેણે સફેદ ટોપ અને પિંક કલરનો પાયજામા પહેર્યો છે. તે ટીવીની સામે ડાન્સ કરી રહી છે જ્યારે ટીવી પર ‘ચલેયા’ ગીત વાગી રહ્યું છે.
View this post on Instagram
શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું કલેક્શન
શાહરુખ ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ સાથે ‘જવાન’ અત્યાર સુધીની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.એટલી નિર્દેશિત ફિલ્મ જવાન ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 492 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિશ્વભરમાં આ આંકડો 1000 કરોડને પાર થવાનો છે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર પહોચ્યો હતો શાહરુખ ખાન, આ રીતે થયું હતું તેનું સ્વાગત