News Continuous Bureau | Mumbai
Abdul Razzaq On Aishwarya Rai: આ વખતે ICC વર્લ્ડ કપ નું આયોજન ભારતમાં થયું છે. હવે આ વર્લ્ડ કપ માંથી પાકિસ્તાન બહાર થઇ ગયું છે. આ દર્મીયાનબ ભૂતપૂર્વ પાકિસ્તાન ક્રિકેટર અબ્દુલ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટર ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. ચાલો જાણીયે ક્રિકેટરે ઐશ્વર્યા રાય વિશે એવું શું કહ્યું કે ચાહકો એ તેની ક્લાસ લગાવી દીધી છે.
અબ્દુલ રોઝીકે કરી ઐશ્વર્યા રાય પર ટિપ્પણી
હાલમાં જ એક શો દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીઓ અબ્દુલ રઝાક, ઉમર ગુલ અને શાહિદ આફ્રિદી પહોંચ્યા હતા. આ દરમિયાન અબ્દુલ રઝાક એ કહ્યું, ‘ટીમને સારું પ્રદર્શન કરવા માટે ઈરાદાઓ સાચા હોવા જોઈએ. હું અહીં તેમના (PCB)ના ઇરાદાની વાત કરી રહ્યો છું, જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનના ઇરાદા સારા હતા. મેં તેની પાસેથી વિશ્વાસ અને હિંમત લીધી અને અલ્લાહનો આભાર કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો.વધુમાં તેને આગળ પોતાના નિવેદનમાં ઐશ્વર્યા રાયનું નામ લેતા કહ્યું, ‘જો તમે એમ વિચારતા હોવ કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી મને સારા અને ગુણવાન બાળકો થશે, તો આવું ક્યારેય નહીં થઈ શકે, તો તમારે પહેલા તમારા ઈરાદાઓ સુધારવા પડશે.’
This is why don’t lecture Sehwag or Gambhir when they treat these Pakistanis with contempt and scorn that they deserve.
As Razzaq makes Hinduphobic and misogynist comments citing Aishwarya Rai, Shahid Afridi amd Umar Gul are seen laughing and applauding pic.twitter.com/LTRKHq9B5J
— Brutal Truth (@sarkarstix) November 14, 2023
અબ્દુલ રઝાકનું આ નિવેદન સાંભળીને ત્યાં હાજર શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા.
This is the mentality of our cricketers. Shame on you #AbdulRazzaq for commenting on #AishwaryaRai
Shameful example given by #AbdulRazzak pic.twitter.com/iENn1H6DWV— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) November 14, 2023
હવે પાકિસ્તાનના આ ત્રણ ક્રિકેટરોની હરકતો જોઈને ચાહકો નારાજ થઈ રહ્યા છે.
I highly condemn the inappropriate joke/comparison made by Razzaq.
No woman should be disrespected like this.
People seated beside him should have raised their voice right away rather than laughing & clapping.— Shoaib Akhtar (@shoaib100mph) November 14, 2023
અબ્દુલ રઝાક ની આ હરકત પર શોએબ અખ્તરે ક્રિકેટર ની નિંદા કરતા લખ્યું છે કે, ‘રઝાક દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીની હું નિંદા કરું છું. કોઈ પણ મહિલાનું આ રીતે અપમાન ન કરવું જોઈએ. તેની પાસે બેઠેલા લોકોએ હસવાને બદલે અવાજ ઉઠાવવો જોઈતો હતો.’
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ખાસ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ