Site icon

Abdul Razzaq On Aishwarya Rai: ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરવા બદલ ભૂતપૂર્વ ખેલાડી અબ્દુલ રઝાક ને ચાહકો એ લીધો આડેહાથ,પાકિસ્તાન ના આ ક્રિકેટરે પણ કરી નિંદા

Abdul Razzaq On Aishwarya Rai: ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટરે ઐશ્વર્યા રાય વિશે ટિપ્પણી કરી હતી. આ અંગે ચાહકો એ ક્રિકેટર ને આડેહાથે લીધો છે.

pakistani cricketer abdul razzaq comment on bollywood actress aishwarya rai bachchan

pakistani cricketer abdul razzaq comment on bollywood actress aishwarya rai bachchan

News Continuous Bureau | Mumbai 

Abdul Razzaq On Aishwarya Rai: આ વખતે ICC વર્લ્ડ કપ નું આયોજન ભારતમાં થયું છે. હવે આ વર્લ્ડ કપ માંથી પાકિસ્તાન બહાર થઇ ગયું છે. આ દર્મીયાનબ ભૂતપૂર્વ પાકિસ્તાન ક્રિકેટર અબ્દુલ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્રિકેટર ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. ચાલો જાણીયે ક્રિકેટરે ઐશ્વર્યા રાય વિશે એવું શું કહ્યું કે ચાહકો એ તેની ક્લાસ લગાવી દીધી છે.

Join Our WhatsApp Community

 

અબ્દુલ રોઝીકે કરી ઐશ્વર્યા રાય પર ટિપ્પણી 

હાલમાં જ એક શો દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીઓ અબ્દુલ રઝાક, ઉમર ગુલ અને શાહિદ આફ્રિદી પહોંચ્યા હતા. આ દરમિયાન અબ્દુલ રઝાક એ કહ્યું, ‘ટીમને સારું પ્રદર્શન કરવા માટે ઈરાદાઓ સાચા હોવા જોઈએ. હું અહીં તેમના (PCB)ના ઇરાદાની વાત કરી રહ્યો છું, જ્યારે હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનના ઇરાદા સારા હતા. મેં તેની પાસેથી વિશ્વાસ અને હિંમત લીધી અને અલ્લાહનો આભાર કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો.વધુમાં તેને આગળ પોતાના નિવેદનમાં ઐશ્વર્યા રાયનું નામ લેતા કહ્યું, ‘જો તમે એમ વિચારતા હોવ કે હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને પછી મને સારા અને ગુણવાન બાળકો થશે, તો આવું ક્યારેય નહીં થઈ શકે, તો તમારે પહેલા તમારા ઈરાદાઓ સુધારવા પડશે.’ 


અબ્દુલ રઝાકનું આ નિવેદન સાંભળીને ત્યાં હાજર શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. 


હવે પાકિસ્તાનના આ ત્રણ ક્રિકેટરોની હરકતો જોઈને ચાહકો નારાજ થઈ રહ્યા છે. 


અબ્દુલ રઝાક ની આ હરકત પર શોએબ અખ્તરે ક્રિકેટર ની નિંદા કરતા લખ્યું છે કે, ‘રઝાક દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીની હું નિંદા કરું છું. કોઈ પણ મહિલાનું આ રીતે અપમાન ન કરવું જોઈએ. તેની પાસે બેઠેલા લોકોએ હસવાને બદલે અવાજ ઉઠાવવો જોઈતો હતો.’

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ખાસ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version