ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શ્વેતા તિવારી એક તરફ જ્યાં ઘણા સમયથી પોતાના એબ્સ અને ફિટનેસ માટે છવાયેલી રહે છે ત્યાં બીજી તરફ શ્વેતા તિવારીની 20 વર્ષની દીકરી પલક તિવારી પણ કોઈનાથી કમ નથી. અભિનેત્રી તરીકે હજુ પલક તિવારી ખુલીને સામે આવી નથી પરંતુ ક્યાંકને ક્યાંક પલક તિવારી પોતાના ગ્લેમરસ ફોટાના કારણે ચર્ચામાં રહે છે.

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. પલકે નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં પલક ડાર્ક બ્રાઉન રંગના ક્લાસી આઉટફીટમાં નજર આવી રહી છે. આ તસવીરોમાં પલક ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે.

આપને જણાવી દઈએ કે પલક ખૂબ જલ્દીથી ‘રોઝી – ધ કેસર પ્રકરણ’ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ મિશ્રાએ કર્યું છે અને વિવેક ઓબેરોય, પ્રેર્ના વી અરોરા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.