Site icon

શહેનાઝ ગિલ બાદ હવે સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાળી માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી

 News Continuous Bureau | Mumbai

સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' (Kabhi Eid kabhi Diwali)ચર્ચામાં રહે છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને થોડા દિવસો પહેલા જ એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન સ્ટારર આ ફિલ્મનું નામ 'કભી ઈદ કભી દિવાળી'થી બદલીને 'ભાઈજાન' (Bhaijaan) કરવામાં આવ્યું છે, જેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તે જ સમયે, હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સની એન્ટ્રી બાદ હવે વધુ એક અભિનેત્રી જોડાઈ છે.

Join Our WhatsApp Community

સલમાન ખાનની આ ફિલ્મમાં ટીવીની દમદાર અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી અને અભિનેત્રી પલક તિવારીની(Palak Tiwari) એન્ટ્રી થઈ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પલક તિવારી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં નજર આવનારી નવી અભિનેત્રી છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાને પોતાની ફિલ્મ માટે પલક તિવારીની પસંદગી કરી છે. પલક ફિલ્મમાં જસ્સી ગિલની(Jassi Gill) સામે હશે અને બંનેનું ફિલ્મમાં એક શાનદાર ટ્રેક હશે. જો કે, આ અહેવાલો પર પલક તિવારી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, ન તો ફિલ્મના નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : તેજસ્વી પ્રકાશે નેશનલ ટીવી પર બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ને ખાસ અંદાજ માં કર્યું પ્રપોઝ-અભિનેતા એ આપ્યું આવું રિએકશન

સલમાન ખાનને સિનેમા જગતમાં 'ગોડફાધર' (God father)કહેવામાં આવે છે અને સલમાન ખાન પહેલા પણ પલકના વખાણ કરી ચૂક્યો છે. પલક તિવારી 'બિગ બોસ 15'ના (Big boss 15)એક એપિસોડમાં જોવા મળી હતી. આ દરમિયાન સલમાન ખાને પલકના જોરદાર વખાણ કર્યા હતા. એટલું જ નહીં, સલમાને પલક સાથે તેના ગીત 'બિજલી બિજલી'નું (Bijli bijli dance step)હૂક સ્ટેપ પણ કર્યું હતું. જણાવી દઈએ કે પલક સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ- ધ ફાઈનલ ટ્રુથ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version