Site icon

Panchayat 4: પંચાયત 4 ની રિલીઝ ને લઈને મેકર્સ નો નવો દાવ, જો તમારે પણ આ સીઝન ને જલ્દી જોવી હોય તો કરી લો આ કામ

Panchayat 4: પંચાયત સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી હવે આ સિરીઝ નો ચોથો ભાગ આવી રહ્યો છે. ફુલેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે હવે દર્શકો પોતે નક્કી કરશે રિલીઝ ડેટ

Panchayat Season 4 Promo Out Big Twist Before Release Viewers Can Vote to Watch It Early

Panchayat Season 4 Promo Out Big Twist Before Release Viewers Can Vote to Watch It Early

News Continuous Bureau | Mumbai

Panchayat 4: લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’  ના ચોથા સીઝનનો પ્રોમો રિલીઝ થયો છે અને સાથે જ એક અનોખો ટ્વિસ્ટ પણ સામે આવ્યો છે. આ વખતે ફુલેરા ગામમાં ચૂંટણીનો માહોલ છે અને મંજુ દેવી  અને ક્રાંતિ દેવી વચ્ચે કટોકટીની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષો દ્વારા મોટા વાયદાઓ અને વ્યંગભર્યા ગીતો સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hina Khan Trolled: હિના ખાન ના લગ્ન પર ઉઠ્યા સવાલ, સોશિયલ મીડિયા યુઝર્સ એ અભિનેત્રી પર લગાવ્યો આવો આરોપ

દર્શકો નક્કી કરશે રિલીઝ ડેટ

પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે મંજુ દેવી ચાર-લેન રોડ અને એરબેગવાળી સાઇકલ નું વચન આપે છે, જ્યારે ક્રાંતિ દેવી રનવે બનાવવાની વાત કરે છે જ્યાંથી ઓટો પણ ઉડી શકે. બંને પક્ષો દ્વારા બનાવેલા એન્થમ્સમાં વ્યંગ, નાટક અને મજેદાર વાયદાઓનો ભરપૂર તડકો છે.પ્રોમોમાં એક મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સચિવજી મંજુ દેવીને પૂછે છે કે શો ક્યારે શરૂ થશે. મંજુ દેવી વચન આપે છે કે જો તેઓ જીતશે તો ‘પંચાયત સીઝન 4’ 2 જુલાઈ પહેલા રિલીઝ થશે. સચિવજી દર્શકોને www.panchayatvoting.com પર જઈને મત આપવાની અપીલ કરે છે જેથી તેઓ પોતાનું મનપસંદ પક્ષ પસંદ કરી શકે અને શો વહેલો જોઈ શકે.


‘પંચાયત’ના પહેલા ત્રણ સીઝનોએ દર્શકોના દિલ જીતી લીધા છે. હવે ચોથા સીઝનમાં પણ હાસ્ય, રાજકારણ અને ગ્રામ્ય જીવનની મીઠી ઝલક ફરીથી જોવા મળશે. મંજુ દેવી અને ક્રાંતિ દેવી વચ્ચેની ટક્કર દર્શકો માટે મનોરંજનથી ભરપૂર રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Lust Stories 3 Announcement: OTT પર ફરી જામશે રંગ: ‘લસ્ટ સ્ટોરીઝ 3’ ની જાહેરાત; ચાર દિગ્ગજ દિગ્દર્શકો લાવશે પ્રેમ અને વાસનાની નવી વાર્તાઓ
Dhurandhar 2 Drone Controversy : શૂટિંગમાં એક્શનને બદલે થઈ પોલીસની એન્ટ્રી! ‘ધુરંધર 2’ ની ટીમ વિરુદ્ધ FIR, જાણો કયા કારણોસર ડાયરેક્ટરની મુશ્કેલી વધી
Exit mobile version